ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં સરખડી ગામે ખેડૂતનાં ઘઉંમાં ભીષણ આગ લાગ્યા બાદ આગ અન્ય ખેતરોમાં ફેલાતા 50 વિઘાથી વધુ ઘઉંનો પાક બળીને ખાક થયો હતો. નોંધનીય છે કે, એક જ સપ્તાહમાં ગીર પંથકમાં ચારથી 5 ઘટનાઓ ઘઉંમાં આગ લાગવાની બની છે. ત્યારે સરખડી ગામે રહેતા ગોવિંદભાઇ વાળાના ઘઉંનાં પાકમાં આગ લાગતા આગ અન્ય ખેતરોમાં ફેલાય હતી. અને એક પછી એક એમ લગભગ 70 વિઘા જેટલા ઘઉંનો પાક બળીને ખાક થયો છે.
ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાનાં સરખડી ગામે ખેડૂતનાં ઘઉંમાં ભીષણ આગ લાગ્યા બાદ અન્ય ખેડૂતોનાં ખેતરો માં ફેલાતા 50 વિઘાથી વધુ ઘઉંનો પાક ખાક..
આ દ્રશ્યો છે કોડીનારનાં દરિયાઈ પટ્ટી પર આવેલા સરખડી ગામના.અહીં આવા દ્રશ્યો સામાન્ય બન્યા છે.એક જ સપ્તાહ માં ગીર પંથકમાં ચાર થી 5 ઘટના આવી ઘઉંમાં આગ લાગવાની બની છે.ત્યારે સરખડી ગામે રહેતા ગોવિંદભાઇ વાળા ના ઘઉંનાં પાકમાં આગ લાગતા આગ અન્ય ખેતરોમાં ફેલાય હતી.અને એક પછી એક એમ લગભગ 70 વિઘા જેટલા ઘઉંનો પાક બળીને ખાક થયો છે.
હાલમાં જ કોડીનારનાં ડોળાસા,સોનપરા બોડીદર ગામે ઘઉનાં પાકમાં આગ લાગી હતી અને હવે સરખડીનાં ખેતરમાં.ખેડૂતો નું કહેવું છે કે ટ્રાન્સફોર્મરમાં ભડકો થયો અને એકા એક ઘઉંમાં આગ લાગી.
સરખડી ગામના સરપંચ સંજય વાળા સહિતના ખેડૂતોએ માંગ કરી કે ખેડૂતોને તત્કાળ વળતર આપવામાં આવે.ખેડૂતો નો આક્ષેપ છે કે, ‘પીજીવીસીએલ નાં જર્જરિત વિજ વાયરને કારણે આ વિસ્તારના ખેડૂતોને અવારનવાર ખેતરમાં રહેલો ઉભો પાક બળી જાય છે.જેથી ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન થાય છે.
આ પણ વાંચો :‘આપ’ની માંગ: શિક્ષકોની અછત દૂર કરો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપો
આ પણ વાંચો :વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો
આ પણ વાંચો :ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે, ચામડી દઝાડતી પડી શકે ગરમી
આ પણ વાંચો : સુરતમાં ત્રણ આપઘાતની ઘટના બની, કારણ જાણીને રહી જશો દંગ
