Covid-19/ મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, મહિલાનું રસીનાં બંને ડોઝ લીધા બાદ પણ મોત

ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇથી ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં બે દિવસથી કોરોનાનાં કેસ 40 હજારથી વધુ નોંધાઇ રહ્યા છે. 

Top Stories India
મુંબઈમાં

ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇથી ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, દેશમાં બે દિવસથી કોરોનાનાં કેસ 40 હજારથી વધુ નોંધાઇ રહ્યા છે.

1 71 મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, મહિલાનું રસીનાં બંને ડોઝ લીધા બાદ પણ મોત

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

આપને જણાવી દઇએ કે, મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનાં કારણે મૃત્યુનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. ઘાટકોપર વિસ્તારમાં રહેતી એક 63 વર્ષીય મહિલાનું જુલાઈમાં મૃત્યુ થયું હતું. તેનો રિપોર્ટ હવે બહાર આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલાએ રસીનાં બંને ડોઝ પૂર્ણ થઇ ચુક્યા હતા. આ પછી પણ તે મૃત્યુ પામી છે. આ સમાચાર બાદ મુંબઈવાસીઓએ હવે સાવધાની રાખવાની વધુ જરૂર પડશે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે મહારાષ્ટ્રમાં મૃત્યુનો આ બીજો કેસ છે. આ પહેલા 13 જૂનનાં રોજ રત્નાગિરીમાં રહેતી એક 80 વર્ષીય મહિલાનું આ વેરિએન્ટથી મૃત્યુ થયું હતું. ડેલ્ટા પ્લસનાં કેસ બાદ મહારાષ્ટ્ર સરકાર જીનોમ સિક્વેન્સિંગ કરાવી રહી છે. મહિલાનાં સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ 11 ઓગસ્ટનાં રોજ બહાર આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ આ માહિતી આપી છે. જીનોમ સિક્વેન્સિંગ તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈમાં 7 લોકો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત છે. આ પછી બીએમસીએ આ દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું છે. આ મહિલા પણ તે સાત લોકોમાં સામેલ હતી.

1 72 મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પ્રથમ મોત, મહિલાનું રસીનાં બંને ડોઝ લીધા બાદ પણ મોત

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

જ્યારે બીએમસીનાં અધિકારીઓને મહિલા વિશે માહિતી મળી, ત્યારે સંબંધીઓએ જણાવ્યું કે, તેણીનું 27 જુલાઈએ મૃત્યુ થયું હતું. તપાસમાં મહિલાનાં સંપર્કમાં આવેલા અન્ય બે લોકોને પણ ચેપ લાગ્યો હતો. હવે કેટલાક વધુ લોકોનાં તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મુંબઈ આરોગ્ય વિભાગનાં અધ્યક્ષ ડો.મંગલા ગોમરેએ જણાવ્યું હતું કે, મહિલા ઇન્ટસિટિશિયલ લંગ અને અવરોધક એયરવેથી પીડિત હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, મહિલાએ રસીનાં બંને ડોઝ લીધા હતા, આમ હોવા છતાં તે કોરોના સંક્રમિત થઈ હતી. શરૂઆતમાં મહિલાને ઘરે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી, ત્યારબાદમાં 24 જુલાઈનાં રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.