બોલીવુડ ન્યુઝ/ બેલ બોટમ’ ફિલ્મનું પહેલું ગીત થયું રિલીઝ, લાખો લોકો એ જોયું

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું પહેલું ગીત આજે એટલે કે 6 ઓગસ્ટે રિલીઝ થયું છે.

Entertainment

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મનું પહેલું ગીત આજે એટલે કે 6 ઓગસ્ટે રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમાર અને વાણી કપૂર વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. ફિલ્મમાં અક્ષય કુમાર RAW એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે જ્યારે વાણી તેની પત્નીનો રોલ કરી રહી છે. આ સિવાય લારા દત્તા અને હુમા કુરેશી ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. આ ગીત ગુરનજર  અને અસીસ કૌરે ગાયું છે

વીડિયોની શરૂઆતમાં અક્ષય કુમાર ગીત ગાય છે અને ગિટાર વગાડે છે. તે જ સમયે, વાણી એક સુંદર સ્મિત સાથે તેમની તરફ જોઈ રહી છે. આ ગીત વિવિધ વિદેશી સ્થળોએ શૂટ કરવામાં આવ્યું છે. ગીત શેર કરતાં અક્ષય કુમારે લખ્યું – ‘બેલબોટમનું મારુ પ્રિય ગીત મરજાવાં થયું રિલીઝ. શૂટિંગમાં તેની ધૂન મારા મગજમાં ચડી ગઈ હતી.’

કોરોના રોગચાળાને કારણે ફિલ્મની રિલીઝ લાંબા સમય સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે ‘બેલ બોટમ’ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. દર્શકો પણ તેની મજા 3Dમાં લઈ શકશે. આ ફિલ્મને રંજીત   તિવારીએ ડિરેક્ટ કરી છે. તેનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી દ્વારા કરવામાં આવ્યું છે.