Cricket/ CSK નાં આ પૂર્વ ખેલાડીએ ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભારતનાં ઓલરાઉન્ડર યો મહેશે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 33 વર્ષનાં મહેશ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યા છે….

Sports

ભારતનાં ઓલરાઉન્ડર યો મહેશે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 33 વર્ષનાં મહેશ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુક્યા છે. મહેશે આઈપીએલ (આઈપીએલ 2008) ની પ્રથમ એડિશનમાં દિલ્હી તરફથી રમતી વખતે કુલ 16 વિકેટ લીધી હતી.

ફર્સ્ટ ક્લાસ મેચમાં પ્રદર્શન

આ પછી, મહેશની આગામી ત્રણ આઈપીએલ સીઝનમાં તેમનુ કોઇ ખાસ પ્રદર્શન નહોતું રહ્યુ અને તે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, તેણે 7 મેચમાં માત્ર 5 વિકેટ ઝડપી હતી. 2006 માં બંગાળ વિરુદ્ધ પ્રથમ વર્ગમાં પ્રવેશ કરનારો આ ઓલરાઉન્ડરે, 50 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 26 ની સરેરાશથી કુલ 1119 રન બનાવ્યા જેમા 2 સદી અને 5 અડધી સદી પણ સામેલ છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 103 અણનમ રહ્યો હતો.

BCCI નો માન્યો આભાર

મહેશે સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં કહ્યું, ‘હું બીસીસીઆઈનો આભાર માનું છું જેણે મને અન્ડર-19 અને ભારત-એ કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી. તે મારા માટે સન્માન રહ્યું છે. હું ગર્વથી તેને મારી કારકિર્દીનો શ્રેષ્ઠ સમય કહું છું. આઈપીએલની બન્ને ટીમો – ચેન્નાઈ અને દિલ્હીનો પણ મારા પર વિશ્વાસ દર્શાવવા અને મને મહાન ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક આપવા બદલ આભાર માનુ છુ. છેલ્લાં પાંચ વર્ષથી હું ઈજાઓથી પરેશાન હતો. હું મારા રાજ્ય તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનવા માંગુ છું, જેણે મને 14 વર્ષની ઉંમરેથી નિખાર્યો છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 108 વિકેટ

યો મહેશે તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મધ્યમ ગતિની બોલિંગથી કુલ 108 વિકેટ ઝડપી હતી, જેમાં તેનો શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 47 રન આપીને 6 વિકેટ અને મેચમાં 145 રન આપી 9 વિકેટ ઝડપી હતી તે રહ્યો હતો. મહેશે 93 વિકેટની સાથે લિસ્ટ એ ની 65 મેચોમાં 326 રન બનાવ્યા હતા. મહેશે તેની કારકિર્દીમાં 46 ટી-20 મેચ રમી હતી, જેમાં 52 વિકેટ ઝડપી હતી.

Cricket / ICC રેકિંગમાં ટોપ 10 માંથી બહાર થયો જસપ્રિત બુમરાહ…

Cricket / પ્રથમ ટેસ્ટમાં હાર બાદ અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, જુઓ કેવા બની …

INDvsAUS / પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…