સુરત/ ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

ગૃહમંત્રીએ આ વ્યક્તિની સમસ્યાનો નિકાલ લાવવાનો આદેશ પાંડેસરા પીઆઇને આપ્યો હતો. તેથી પોલીસે 48 કલાકના સમયમાં ફ્રુટની લારી ચલાવતા વ્યક્તિને વ્યાજખોરના ચંગુલમાંથી મુક્ત કરાવી બેંકમાંથી 20000ની લોન અપાવી હતી.

Top Stories Gujarat Surat
Untitled 46 1 ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

@અમિત રૂપાપરા 

સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમમાં ફ્રુટની લારી ચલાવતા એક વ્યક્તિ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોતે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ આ વ્યક્તિની સમસ્યાનો નિકાલ લાવવાનો આદેશ પાંડેસરા પીઆઇને આપ્યો હતો. તેથી પોલીસે 48 કલાકના સમયમાં ફ્રુટની લારી ચલાવતા વ્યક્તિને વ્યાજખોરના ચંગુલમાંથી મુક્ત કરાવી બેંકમાંથી 20000ની લોન અપાવી હતી.

બે દિવસ પહેલા જ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં સંતોષ સાહુ નામના વ્યક્તિ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પોતે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ને આદેશ કર્યો હતો કે, સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી સરકારી યોજના હેઠળ લોન અપાવવામાં આવે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ 48 કલાકમાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી અને સંતોષ સાહુને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવી પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના હેઠળ state bank of indiaની પાંડેસરા જીઆઇડીસી બ્રાન્ચમાંથી 20 હજાર રૂપિયાની લોન અપાવવામાં આવી હતી.

Untitled 46 ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

મળતી વિગતો અનુસાર સંતોષ સાહુ કે જેની ઉંમર 42 વર્ષની છે અને તે પાંડેસરા આવાસ માં રહે છે અને પોતાના મકાનની રોડની સાઈડમાં ફ્રુટની લારી રાખી વેપાર ધંધો કરે છે. જોકે સંતોષને આર્થિક ભીંસ આવી જતા અલગ અલગ વ્યાજેથી પૈસા આપનારા લોકો પાસેથી તેને વ્યાજેથી રૂપિયા લીધા હતા. ડાયરીના પૈસા લીધા હોવાના કારણે તેને વ્યાજ વધુ ભરવું પડતું હતું અને તેના અને તેના જ કારણે તે માનસિક તણાવમાં રહેતો હતો. રાજ્યના ગૃહ મંત્રી દ્વારા અલથાણ વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ સાથે લોક સંવાદ કરવામાં આવ્યો ત્યારે સંતોષો દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે, તેને ડાયરીથી વ્યાજે પૈસા લીધા છે પરંતુ જો તે પોલીસને ફરિયાદ કરશે તો વ્યાજખોરો તેને મારી નાખશે સંતોષની.

આ રજૂઆત સાંભળતા જ ગૃહ મંત્રી દ્વારા તાત્કાલિક જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સંતોષ સાહુને વ્યાજખોરિના ચંગુલમાંથી મુક્ત કરાવવાનું જણાવ્યું હતું. તેથી 24 જુલાઈ 2023 ના રોજ પોલીસ દ્વારા સંતોષ સાહુને બોલાવી તેની રજૂઆત સાંભળી તેને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના અંતર્ગત પાંડેસરા જીઆઇડીસીની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાંથી 20,000ની લોન અપાવવામાં આવી હતી. રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર આ બાબતે એક પોસ્ટ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા ફ્રુટનું વેચાણ કરતા સંતોષને જે 20,000ની લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવી છે તેના ફોટો પણ અપલોડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:યમુનામાં મળેલી ડોલ્ફિનનો શિકાર કરીને માછીમારો ખાઈ ગયા, Video સામે આવ્યા મચ્યો ખળભળાટ

આ પણ વાંચો:દિલ્હીમાં આજથી હવામાન ફરી પલટાશે, ત્રણ દિવસ સારા વરસાદની શક્યતા; એલર્ટ જારી

આ પણ વાંચો:મણિપુર હિંસા મામલે ભાજપ સરકારે બનાવી આ રણનીતિ,રાજનાથ સિંહે વિપક્ષના નેતા સાથે ફોન પર વાતચીત કરી

આ પણ વાંચો:અલ્હાબાદ અને બોમ્બે હાઈકોર્ટને નવા જજો મળ્યા, સરકારે કોલેજિયમની ભલામણને મંજૂરી આપી