ચુકાદો/ કચ્છમાં મહારાણીને મળેલો પત્રી વિધિનો અધિકાર હાઇકોર્ટે કર્યો રદ

કચ્છના મહારાણીને મળેલો પત્રી વિધિનો અધિકાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. માતાના મઢમાં મહારાણી પ્રીતિદેવીને પૂજા માટેનો ચુકાદો હાઈકોર્ટે  રદ્દ કરી દીધો છે

Top Stories Gujarat
16 5 કચ્છમાં મહારાણીને મળેલો પત્રી વિધિનો અધિકાર હાઇકોર્ટે કર્યો રદ

કચ્છના મહારાણીને મળેલો પત્રી વિધિનો અધિકાર રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ મામલે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. માતાના મઢમાં મહારાણી પ્રીતિદેવીને પૂજા માટેનો ચુકાદો હાઈકોર્ટે  રદ્દ કરી દીધો છે. રાજવી કુટુંબમાં વંશાનુક્રમે આવતા વ્યક્તિ હવે આસો નવરાત્રીમાં આ વિધિ કરી શકશે. આ વખતે અરજદાર હનુવંતસિંહ મદનસિંહ જાડેજા પતરી વિધિની પૂજા કરી શકે છે હનુવંતસિંહ જાડેજા મહારાવ મદનસિંહજી જાડેજાના પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર 2009 ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પત્રિવિધીની પૂજા માટે માતાના મઢ ગયા હતા. તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં. તેમની સાથે રહેલા જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવ્યું હતું. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલા અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પત્રિવિધી સંપન્ન થઈ નહીં.

સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ દાવો નોંધાવ્યો હતો. જે દાવામાં ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. જે બાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયો અને દયાપરની કોર્ટ દ્વારા 6 માર્ચ 2019 ના રોજ ચુકાદો આપ્યો અને આ ચુકાદા મુજબ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવ્યું હતું અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પત્રિવિધી રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે, તેવું ઠરાવ્યું તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂદ્ધ મનાઈ હુકમ ફરમાવ્યો હતો.ચુકાદો સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના પગલે આ ચૂકાદો આપવામાં આવ્યો છે કે મહારાણીનો અધિકાર રદ કરવામાં આવ્યો છે.