Not Set/ પતિએ પત્નિને આપી ધમકી, કહ્યુ મારી ઇચ્છા પૂરી નહી કરે તો તારી બહેન સાથે કરીશ લગ્ન

બિહારનાં બેગૂસરાયથી કઇક એવી ઘટના સામે આવી છે જે આપને વિચારવા પર મજબૂર કરી દેશે. અહી લગ્નનાં 14 વર્ષ બાદ પતિ-પત્નિ વચ્ચે એવી બબાલ થઇ કે પતિએ તેની પત્નિને સાળી સાથે લગ્ન કરી દેવાની ધમકી આપી દીધી. જેને લઇને હવે તેની પત્નિએ પોલીસ ફરિયાદ કરી દીધી છે. બિહારનાં બેગૂસરાયમાં એક પતિ-પત્નિ સુખીથી પોતાનું જીવન ગુજારી […]

Top Stories India
dowry પતિએ પત્નિને આપી ધમકી, કહ્યુ મારી ઇચ્છા પૂરી નહી કરે તો તારી બહેન સાથે કરીશ લગ્ન

બિહારનાં બેગૂસરાયથી કઇક એવી ઘટના સામે આવી છે જે આપને વિચારવા પર મજબૂર કરી દેશે. અહી લગ્નનાં 14 વર્ષ બાદ પતિ-પત્નિ વચ્ચે એવી બબાલ થઇ કે પતિએ તેની પત્નિને સાળી સાથે લગ્ન કરી દેવાની ધમકી આપી દીધી. જેને લઇને હવે તેની પત્નિએ પોલીસ ફરિયાદ કરી દીધી છે.

બિહારનાં બેગૂસરાયમાં એક પતિ-પત્નિ સુખીથી પોતાનું જીવન ગુજારી રહ્યા હતા. આ બંન્ને રાજન સિંહ અને નૂતન કુમારીનાં લગ્નને 14 વર્ષ થયા છે અને તેમને એક સંતાન પણ છે. અચાનક લાલચ મનમાં આવી જતા રાજનએ તેની પત્નિ નૂતનને પોતાના પીયરમાંથી દહેજ લાવવાનું કહ્યુ, જેનો વિરોધ કરતા નૂતને સ્પષ્ટ ના કહી દીધી. ત્યારે રાજનએ પત્નિને બહેન(સાળી) સાથે લગ્ન કરવાની ધમકી આપી. જે પછી નૂતને પોલીસમાં આ વિશે ફરિયાદ નોંધાવી દીધી. ત્યારથી જ રાજન ફરાર થઇ ગયો છે.

રાજને પોતાની પત્નિ નૂતનને તેના પીયરમાંથી ફરી એકવાર દહેજ લાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યુ હતુ. જેનાથી તેની પત્નિ ઘણી કંટાળી ગઇ હતી. આ બંન્નેનાં લગ્નને 14 વર્ષ વીતી ચુક્યા હોવા છતા પણ આ સમગ્ર મામલો હિબકે ચઠ્યો હતો. નૂતનનાં પીયરની વાત કરીએ તો તેમની આર્થિક સ્થિતિ સારી નથી, જેને ધ્યાને લઇને નૂતને તેના પતિ રાજનનો વિરોધ કરવાનું શરૂ કર્યુ હતુ. તેનું કહેવુ હતુ કે મારા પીયરની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ એકવાર ફરી દહેજ આપી શકે. જો કે આ વાતથી જરા પણ ફરક ન પડી રહ્યો હોય તેમ રાજન તેની પત્નિ નૂતનને દહેજ ન આપવા પર રોજ મારા-મારી કરતો. ઘણુ સહન કર્યા બાદ નૂતને અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ ફરિયાદ થયા બાદ રાજન ફરાર થઇ ગયો છે, જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.