આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ મેચ ફિક્સિંગના દોષી સાબિત થયા બાદ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના બે ક્રિકેટરોને પ્રત્યેક આઠ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. યુએઈના અમીર હયાત અને અશફાક અહેમદને ગયા વર્ષે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી પાંચ નિયમોના ઉલ્લઘંન બદલ દોષી ઠેરવ્યા હતા. તેમના પર વર્ષ 2019 માં યુએઈમાં ટી 20 વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન પૈસા અથવા ભેટો લઈને મેચના પરિણામને પ્રભાવિત કરવાનો આરોપ હતો.ત્યારબાદ આઇસીસીએ તેમને તે જ સમયે સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ હવે તે મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા છે.તેથી સજારૂપે તેમને આઠ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા હતા.
આઇસીસીએ 13 સપ્ટેમ્બર 2020 ના રોજ બંને ક્રિકેટરોને અસ્થાયીરૂપે સસ્પેન્ડ કરી દીધા હતા. આઇસીસીએ કહ્યું હતું કે એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે આ ક્રિકેટરોને પાંચ ગુનામાં દોષી ઠેરવ્યા છે અને તેઓએ પોતાના ગુનાની કબૂલાત પણ કરી છે.પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા અમીર હયાત યુએઈ તરફથી ક્રિકેટ રમ્યો છે. હયાતે યુએઈ તરફથી નવ વનડે અને ચાર ટી -20 મેચ રમી છે, જેમાં વનડેમાં 11 ટી -20 માં છ વિકેટ ઝડપી છે. અશફાકનો જન્મ પણ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો અને યુએઈ તરફથી રમ્યો હતો. અશફાક યુએઈ તરફથી 16 વનડે અને 12 ટી 20 મેચ રમ્યો છે. વનડેમાં તેણે 21.50 ની સરેરાશથી 344 રન બનાવ્યા છે અને ટી -20 માં 238 રન બનાવ્યા છે.
