New Delhi News : વર્ષ 2024 ભારતમાં 1901 પછીનું સૌથી ગરમ વર્ષ હતું, જેમાં સરેરાશ લઘુત્તમ તાપમાન લાંબા ગાળાની સરેરાશ કરતાં 0.90 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતું, IMD એ બુધવારે જણાવ્યું હતું.2024માં વાર્ષિક સરેરાશ તાપમાન 25.75 ડિગ્રી સેલ્સિયસ હતું, જે લાંબા ગાળાની સરેરાશ કરતાં 0.65 ડિગ્રી વધારે હતું.
સરેરાશ મહત્તમ તાપમાન 31.25 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.20 ડિગ્રી વધારે હતું. સરેરાશ લઘુત્તમ તાપમાન 20.24 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.90 ડિગ્રી વધારે હતું, એમ ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું.
ઓગસ્ટ મહિનામાં ગરમી એ 100 વર્ષથી વધુના રેકોર્ડ તૂટ્યા છે.
ચોમાસામાં વાદળછાયા વાતાવરણ અને ભારે વરસાદ વચ્ચે પણ ઓગસ્ટ મહિનામાં લોકો ગરમી – બાફથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ દરમિયાન ભારતમાં સરેરાશ તાપમાન 24.29 ડિગ્રી નોંધાયું છે, જે વર્ષ 1901 પછી સૌથી વધુ ગરમ ઓગસ્ટ મહિનો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં સરેરાશ 23.68 ડિગ્રી તાપમાન રહે છે.
ઓગસ્ટમાં દક્ષિણ 6 ચક્રવાત આવ્યા
સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ઘણા બધા અનુકૂળ હવામાન પરિબળોએ ઓગસ્ટ દરમિયાન મોટાભાગના દિવસો સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસું સક્રિય રાખ્યું હતું. આ દરમિયાન કુલ 6 લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ, જેમાંથી એક 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં ચક્રવાત અસ્નામાં તીવ્ર બન્યુ હતુ.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં GST કલેક્શનમાં બમ્પર ઉછાળો, 6.5 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયો
આ પણ વાંચો: મે મહિનામાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થયું
આ પણ વાંચો: નવા નાણાકીય વર્ષ પહેલાં સરકારની ભરાઈ તિજોરી, માર્ચના GST કલેક્શનથી થઈ મોટી આવક
