Dahod News : આ બનાવની વિગત મુજબ આ કેસના ફરીયાદી અને તેમના ભાઇની દાહોદ ખાતે નોધાયેલ ગુનાના કામે ઘરપકડ થઈ હતી. જેમાં ફરીયાદીને તા.૦૪/૧૦/ર૦ર૪ ના રોજ જામીન મળેલ અને તા.રર/૧૦/ર૦ર૪ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાંથી ફરીયાદીના ભાઇના જામીન મંજુર થયા હતા.જેમાં ડોકી સબજેલનો શેરો મરાવવો જરૂરી હોવાથી ફરીયાદીએ ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયા હતા. તે સમયે દાહોદ સબ જેલ ડોકીના ઈન્ટાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન એસ.મલેકે તમારા ભાઇના જેલ મુકત કરવાના રૂા.૧૦૦૦૦/- આપવા પડશે તેમ જણાવ્યું હતું.
ફરીયાદી પાસે જે તે સમયે રૂા.૭૦૦૦/- હતા તે તેમણે આપેલા અનેબાકીના રૂા.૩૦૦૦/- ફરીયાદીશ્રીએ તા.ર૮/૧૦/ર૦ર૪ આપવા જણાવેલ જે નાંણા ફરીયાદી મલેકને આપવા માંગતા ન હતા. આથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અધિકારીઓેએ દાહોદ સબ જેલ ડોકી ખાતે જાળ બિછાવી રૂ. 3,000 ની લાંચ લેતા ઈન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન મલેકની રંગેહાથ ઝરપકડ કરી હતી.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન
