Not Set/ જમ્મુ-કાશ્મીર પુન:રચના કાયદામાં આવી રહી ગઇ હતી ચૂક, 35 દિવસ પછી સુધારી

કહેવાય છે ને કે, જે કામ કરે તેનાથી જ ભૂલ થાય છે. ભૂલ કરતા કામ કરવા પાછળનો ઇરાદો અને જુસ્સો મહત્વનો છે, કારણ કે ભૂલ જ આપણને નવું કઇક શીખવી જાય છે. બસ આવું જ થયું બહુજ ચર્ચીત અને વિશ્વભરની નજરની નોક પર રહેલા જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલ મામલે પણ. જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલની ભાષામાં […]

Top Stories India
Amit Shah in parlament જમ્મુ-કાશ્મીર પુન:રચના કાયદામાં આવી રહી ગઇ હતી ચૂક, 35 દિવસ પછી સુધારી
કહેવાય છે ને કે, જે કામ કરે તેનાથી જ ભૂલ થાય છે. ભૂલ કરતા કામ કરવા પાછળનો ઇરાદો અને જુસ્સો મહત્વનો છે, કારણ કે ભૂલ જ આપણને નવું કઇક શીખવી જાય છે. બસ આવું જ થયું બહુજ ચર્ચીત અને વિશ્વભરની નજરની નોક પર રહેલા જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલ મામલે પણ.
જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલની ભાષામાં 50 થી વધુ શબ્દોમાં ભૂલો છે. આ કાયદો સંસદ દ્વારા 6 ઓગસ્ટે પસાર કરાયો હતો. જ્યારે આ ભૂલો જાહેર થાઇ હતી. કેન્દ્ર સરકારે આ કાયદામાં ભાષામાં સુધારો કર્યો છે, અને કાયદા અને ન્યાય મંત્રાલયે જારી કરેલી બે પાનાની નોંધમાં, ભાષાની આ બાલિશ ભૂલો સુધારી છે. આ ભૂલોને કારણે સરકારે અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કારણ કે આ ભૂલને 35 દિવસ પછી સુધારી છે.
જમ્મુ અને કશ્મિર પુનર્રચના બિલ ફાઇલ ફોટો

જમ્મુ-કાશ્મીર રાજ્યને લદાખ અને જમ્મુ-કાશ્મીર બે ભાગમાં વહેંચતા પુન:રચના કાયદામાં વ્યાકરણની ભૂલો સાથે બાલિશ જોડણી ભૂલો છે. ઉદાહરણ તરીકે, એડમિનિસ્ટ્રેટરથી એડમિનિસ્ટ્રેટર, અનુસૂચિત જાતિને અનુસૂચિત જૈતિ, સંસ્થાન અધિનિયમ 2004 થી સંસ્થા અધિનિયમ 2004, જ્યાં પ્રકાશનને પ્રકાશિત, નોટ વિથસ્ટેન્ડીંગને નાઉ વિથસ્ટેન્ડીંગ, એન્ટ્રી 4ને એન્ટ્રી 2, આર્ટિકલ ટુ આર્ટકલ, ચિલ્ડ્રન ટુ નું ચિલ્ડ ટુ, 2007 થી 2006, 1993 થી 1994 વગેરે લખાયેલું હતું.

કેટલાક રાજકીય પક્ષોએ આ મામલે સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ખરડો ઉતાવળમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ 31 ઓક્ટોબરથી રાજ્યનું વિભાજન અમલમાં આવશે. બિલમાં એ પણ શામેલ હતું કે જમ્મુ-કાશ્મીરમાં સંસદીય બેઠકોનો સીમિતમાં ફેરફાર થશે. પરંતુ આ વાક્યો સુધારણામાં 35 દિવસો કાઢી નાખવામાં આવ્યાં છે. અને અંતે સુધારેલું બિલ હાલ સમિતીને સોંપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન