છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટનામાં, એક 19 વર્ષીય ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સરે લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આપઘાત કરી લીધો. પ્રેમમાં દગો મળવાના કારણે આ યુવતીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હજારો ફોલોઅર્સની નજર સામે યુવતીના ચાહકો લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન આ દર્દનાક દ્રશ્યના સાક્ષી બન્યા અને તેને બચાવવા માટે દોડી ગયા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે. અંકુર પોતાની બહેનની સાથે રહેતી હતી. જ્યારે અંકુર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી તે દરમિયાન તેને તેના ચાહકો અને ગામના લોકો જોઈ રહ્યા હતા.
તે લોકોએ જ યુવતીના પરિવારજનોને આની જાણકારી પણ આપી પરંતુ જ્યારે લોકો અંકુરના ઘરે પહોંચ્યા ત્યાં સુધી તે ફાંસીએ લટકી ગઈ હતી. જોકે, તે બાદ પણ અંકુરને અફરાતફરીમાં હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધી.પ્રેમમાં દગો આત્મહત્યાનું કારણ ? યુવતીના પરિવારજનોએ પણ પ્રેમ પ્રકરણને આ ઘટનાનું કારણ ગણાવ્યું છે.
તે બાદ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ. પોલીસે યુવતીના ફોનને પણ જપ્ત કર્યો છે. પોલીસની આગળની તપાસમાં જ ખુલાસો થશે કે યુવતીના ફોનથી કોઈ આત્મહત્યાના કારણની જાણકારી મળી છે કે નહીં, પોલીસે યુવતીના મોબાઈલ ફોનને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના અંધકારાળા પાસાને ઉજાગર કર્યો છે. લાખો ફોલોઅર્સ અને લાઈક્સ મેળવવાની દોડમાં યુવાનો ઘણીવાર માનસિક તણાવનો ભોગ બને છે.
આ પણ વાંચો: ઈરાને 1 દિવસમાં 11 લોકોને ફાંસી આપી, ગયા અઠવાડિયે લગભગ 34 કેદીઓને ફાંસી
આ પણ વાંચો: સુરતમાં અરેરાટીઃ 10 વર્ષના બાળકે ખાધી ફાંસી, નાનાભાઈએ પતંગની દોરી આપવાની ના પાડતા..
આ પણ વાંચો: દર્દભર્યું ગીત, આંખમાં આંસુ,ફાંસીનો ફંદો…જાણો ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી આપઘાત કેમ કર્યો?
