મહીસાગર/ લૂંટેરી દુલ્હન…!, યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર છે અને ઘડિયા લગ્ન લેવા છે

રાજસ્થાનની કન્યા બતાવીને લગ્ન કરી આપીશું તેવું વચન આપી છોકરા પક્ષ પાસેથી હજારોમાં રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયા હતા.  લગ્નવાંછુ યુવકોને યુવતીની તસવીરો દેખાડીને લાલચ આપવામાં આવે છે

Top Stories Gujarat Others
દીકરી રાજસ્થાનની કન્યા બતાવીને લગ્ન કરી આપીશું તેવું વચન

બેટી બચાવો બેટી પઢાવો, આજના ભદ્ર સમાજમાં ભલે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ નથી. પરંતુ દીકરીને તેના જન્મ પહેલા જ મારી નાખવાનો રિવાજ આજે પણ ઘણા સમાજમાં જોવા મળે છે. સરકાર દ્વારા ભલે ભ્રૂણ પરીક્ષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. પરંતુ આજે પણ ઘણા શહેરોમાં પૈસા લઈ અને ભ્રૂણ પરીક્ષણ કરવામાં આવે છે. અને જો દીકરી હોય તો તેને જન્મતા પહેલા જ મારી નાખવામાં આવે છે. અને પછી દીકરાને પરણાવવા માટે વહુઆરૂ-દીકરી ગોતવા નીકળી પડે છે.

જો કે આજે પણ આપના ઘણા સમાજમાં દીકરીઓની  અછ્ત છે. અને લગ્નવાંછું દીકરાઓ માટે પૈસા ખર્ચીને વેચાતી દુલ્હન લાવવી પડે છે. જો કે આવા કેસમાં ઘણી વાર છેતરપિંડી પણ થાય છે. અને ખરીદીને લાવેલી દુલ્હન સાસરી પરિવારના માથે ચૂનો ચોપડી ભાગી જાય છે. અને આવા કિસ્સા સમાજમાં છાસવારે  બનતા રહે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામથી સામે આવ્યો છે. જ્યાં લગ્નવાંછુઓને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરી લૂંટેરી દુલ્હન ભાગી ગઈ છે. ગુજરાતના સરહદી વિસ્તારના ગામોમાં લગ્નની લાલચ આપીને કન્યા બતાવીને નાણાં પડાવનારા લેભાગુ તત્વોનો લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે.

  • મહીસાગરની લૂટેરી દુલ્હન
  • છોકરી બતાવી પૈસા પડાવી પલાયન કરે
  • લગ્નવાંછુઓને છેતરતા લેભાગુ તત્વો
  • ગુજરાતના સીમા ક્ષેત્રોમાં છે સક્રિય

મહીસાગર જિલ્લો રાજસ્થાન સરહદ પર આવેલો છે. રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના 7 લેભાગુ ઈસમો દ્વારા વિરપુર તાલુકાના સરાડીયા ગામે લગ્ન કરવાની લાલચ આપી હતી. રાજસ્થાનની કન્યા બતાવીને લગ્ન કરી આપીશું તેવું વચન આપી છોકરા પક્ષ પાસેથી હજારોમાં રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગયા હતા.  લગ્નવાંછુ યુવકોને યુવતીની તસવીરો દેખાડીને લાલચ આપવામાં આવે છે. યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર અને જલ્દી લગ્ન કરાવી દેવાની વાત કરીને છેતરપિંડી પ્લોટ ઘડવામાં આવે છે. બાદમાં આ ટોળકીના સાગરિતો યુવક અને તેના પરિવાર સાથે છેતરપિંડી કરે છે.

  • ડુંગરપુર વિસ્તાર ના 7 લેભાગુ ઈસમો
  • લગ્ન કરવાની લાલચ આપી
  • છોકરા પક્ષના લોકોને મારી નાખવાની ધમકી
  • પિતા દ્વારા વિરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ
  • તપાસ હાથ ધરતા 6 આરોપીની ધરપકડ

મહીસાગર જિલ્લાના વીરપુરમાં આવા જ એક કિસ્સામાં આ લેભાગુ ટોળકી દ્વારા વરપક્ષના લોકોને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વીરપુર પોલીસે ફરિયાદના આધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે અને 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

રોબોટિક કૅફે / અમદાવાદમાં રોબોટિક કૅફેની શરૂઆત, રોબોટ દ્વારા કરવામાં આવશે કૅફેનાં તમામ કામ

ગુજરાત / SPG ગ્રુપની આશીર્વાદ યાત્રા, પૂર્વ અધ્યક્ષ લાલજી પટેલ ગેરહાજર

National / ભાઈ રાહુલ ગાંધી માટે મારો જીવ પણ આપીશ : પ્રિયંકા વાડ્રા

Hijab Controversy / હિજાબ શું છે, ક્યારે અને શા માટે તેનું ચલણ શરૂ થયું, તે સૌથી પહેલા ક્યાં પહેરવામાં આવ્યું હતું

દેવી હરસિદ્ધિ / રાત્રે ઉજ્જૈનમાં અને દિવસે ગુજરાતના આ મંદિરમાં રહે છે આ દેવી, જાણો શું છે માન્યતા?