Not Set/ LRD ભરતી વિવાદ/ સરકારની જાહેરાત બાદ પણ અનામત વર્ગનું આંદોલન યથાવત

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી LRD ભરતી મામલે અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે. ગતરોજ રવિવારના સાંજે નાયબ મુખ્યમંત્રી દ્વારા અનામત અને બિન અનામત બંને વર્ગની 62.5 ટકાવારી ધરાવતી મહિલાઓનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા […]

Uncategorized
lrd 9 LRD ભરતી વિવાદ/ સરકારની જાહેરાત બાદ પણ અનામત વર્ગનું આંદોલન યથાવત

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી LRD ભરતી મામલે અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે. ગતરોજ રવિવારના સાંજે નાયબ મુખ્યમંત્રી દ્વારા અનામત અને બિન અનામત બંને વર્ગની 62.5 ટકાવારી ધરાવતી મહિલાઓનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાનકારી ફોર્મ્યુલા જાહેર કરી હતી. અને સરકારને આશા હતી કે ત્યારબાદ અંદોલન પાછુ ખેચી જશે. પરંતુ સરકારની આશા ઠગારી નીવડી છે. હજુ પણ lrd મુદ્દે મહિલાઓનું આંદોલન ચાલુ છે. પરિપત્ર જ રદ કરવાની માગ પર અડગ રહીને આંદોલન યથાવત્ રાખવાની જાહેરાત કરી છે.

નાયબ મુખ્યમંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બક્ષીપંચની બહેનોની 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા 421થી વધીને 880 તેમજ SCની 346થી 588 અને STમાં 476થી વધારી 511 જગ્યાઓનો વધારો કર્યો છે. આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે. હાલ સરકારની કોઇ પણ ભરતી 1-8-2018ના પરિપત્ર પ્રમાણે નહીં કરવામાં આવે.

બિન અનામત વર્ગનું 5 દિવસથી અને અનામત વર્ગનું 68 દિવસથી આંદોલન
સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે 68 દિવસથી આંદોલન કરી રહી છે. તો છેલ્લા પાંચ દિવસથી 1 ઓગસ્ટ, 2018નો પરિપત્ર રદ ન કરવાની કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી છે.

રાજ્ય સરકારની જાહેરાત બાદ અનામત વર્ગની માંગ યથાવત રહી છે, અને તેઓ 1-8-2018ના પરિપત્રને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી નિર્ણયનો વિરોધ કર્યો છે. જ્યારે અનામત વર્ગે આ નિર્ણયને સ્વીકાર્યો છે.

વિવાદનું મૂળ શું છે?
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 68 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.