નિધન/ શૂટિંગની વચ્ચે ડેમમાં નાહવા પડ્યા અને કાળનો કોળિયો બની ગયા આ મલયાલમ અભિનેતા

દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અને નેદુમંગળનું શુક્રવારે દુઃખદ નિધન થયું છે. રિપોર્ટ પ્રમાણે 48 વર્ષના અનિલ કેરળના મંગાકારા ડેમમાં ન્હાવા પડયા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી

Top Stories India
actor

દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અને નેદુમંગળનું શુક્રવારે દુઃખદ નિધન થયું છે. રિપોર્ટ પ્રમાણે 48 વર્ષના અનિલ કેરળના મંગાકારા ડેમમાં ન્હાવા પડયા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. તેઓ પોતાની આગામી ફિલ્મ પીસનું શૂટિંગ થોડુપુઝામાં કરી રહ્યા હતાં. શૂટિંગના ઇન્ટરવલ વખતે તેઓ પોતાના કેટલાક મિત્રો સાથે ડેમમાં ન્હાવા માટે ગયા હતા. જ્યાં તેઓ સાથે આ દુર્ઘટના સર્જાઇ હતી. કમાટી પાડમ, નજન સ્ટીવ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનારા અનિલને છેલ્લે ફેબ્રુઆરી 2020 માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ પાપમ યેથ્થાવરમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.

India / આમચી.. મુંબઈગરા માટે શુભ સમાચાર, ધારાવીમાં એપ્રિલ બાદ પ્રથમ …

Actor Anil Nedumangad drowns in Malankara dam | Entertainment News,The  Indian Express

જ્યારે અન્ય લોકો નાહી રહ્યા હતા ત્યારે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને લહેરોની વચ્ચે ફસાઇ જવાના કારણે તેઓ બહાર આવી શક્યા ન હતા. જ્યારે તેમના મિત્રોએ તેમની શોધખોળ કરી અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું. બચાવ કર્મીઓની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના પગલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

USA / પત્રકાર ડેનિયલ પર્લનો હત્યારો તેના ત્રણ સાથીઓ સાથે થશે મુક્ત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…