Share Market/ અઠવાડિયાનાં પહેલા કારોબારી દિવસે ઘટાડા સાથે ખુલ્યુ માર્કેટ

અઠવાડિયાનાં પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે, પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

Business
11 84 અઠવાડિયાનાં પહેલા કારોબારી દિવસે ઘટાડા સાથે ખુલ્યુ માર્કેટ

અઠવાડિયાનાં પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે, પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. BSE નો 30 શેરોનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ આજે પ્રારંભિક ટ્રેડિંગમાં 381.2 પોઇન્ટનાં ઘટાડા સાથે 58,634.69 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો – પેરિસ / એવુ શું થયુ કે ફ્રાન્સે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા?

બીજી બાજુ, NSE નો 50 શેરનો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી 141.3 પોઈન્ટની નબળાઈ સાથે 17,443.85 નાં સ્તર પર ખુલ્યો છે. ગયા અઠવાડિયે શુક્રવારે સેન્સેક્સ 125.27 પોઇન્ટ ઘટીને 59,015.89 અને નિફ્ટી 44.35 પોઇન્ટ ઘટીને 17,585.15 પર બંધ થયો હતો. શુક્રવારે સેન્સેક્સ 281.23 પોઈન્ટની મજબૂતી સાથે 59,422.39 પર ખુલ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી 79.70 પોઇન્ટનાં વધારા સાથે 17,709.20 નાં સ્તર પર ખુલ્યો હતો. ગયા અઠવાડિયે ગુરુવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 417.96 પોઇન્ટની મજબૂતી સાથે 59,141.16 પર બંધ થયો હતો. વળી, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 110.05 પોઈન્ટની મજબૂતી સાથે 17,629.50 નાં સ્તર પર બંધ થયો. ગયા અઠવાડિયે, ગુરુવારે, સેન્સેક્સ 80.46 પોઈન્ટનાં વધારા સાથે 58,803.66 પર ખુલ્યો. વળી, નિફ્ટી 27.80 પોઇન્ટનાં વધારા સાથે 17,547.30 નાં સ્તર પર ખુલ્યો હતો. ગયા અઠવાડિયે બુધવારે સેન્સેક્સ 476.11 પોઇન્ટનાં વધારા સાથે 58,723.20 પર બંધ થયો હતો. બીજી બાજુ, નિફ્ટી 139.45 પોઈન્ટની મજબૂતી સાથે 17,519.45 પર બંધ થયો હતો.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

આજે પ્રારંભિક ટ્રેડિંગમાંં ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિંડાલ્કો, આઇશર મોટર્સ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેંક, યુપીએલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, વિપ્રો, એસબીઆઇ નબળાઇ સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. બીજી બાજુ, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, HCL ટેક, ડિવીસ લેબ અને TCS માં કારોબાર લીલા નિશાનમાં નોંધાઈ રહ્યો છે.