BSE/ નક્કર વૈશ્વિક સંકેતો અને એફઆઇઆઇની લેવાલીના લીધે બજાર 234 પોઇન્ટ વધ્યું

ભારતીય ઇન્ડાઇસીસે નક્કર વૈશ્વિક સંકેતોને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તેથી બજાર 234 પોઇન્ટ વધીને બંધ આવ્યું હતું. FIIની મજબૂત ખરીદી અને વીકેન્ડના મજબૂત પરિણામોએ પણ બજારને ઊંચે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Top Stories Business
bse 1 નક્કર વૈશ્વિક સંકેતો અને એફઆઇઆઇની લેવાલીના લીધે બજાર 234 પોઇન્ટ વધ્યું

ભારતીય ઇન્ડાઇસીસે (Indian indices)  નક્કર વૈશ્વિક સંકેતો (global cue) ને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને તેથી બજાર 234 પોઇન્ટ (BSE index) વધીને બંધ આવ્યું હતું. FIIની મજબૂત ખરીદી અને વીકેન્ડના મજબૂત પરિણામોએ પણ બજારને ઊંચે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બજાર બંધ થયું ત્યારે 30 શેરનો BSE ઇન્ડેક્સ 234 પોઈન્ટ અથવા 0.4 ટકા વધીને 61,185 પર બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 18,203 પર બંધ આવ્યો હતો.

બેન્કિંગ મેજર બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના (SBI) અપેક્ષા કરતાં સારા પરિણામોએ સેન્ટિમેન્ટને મજબૂત બનાવ્યું હતું. તે સિવાય, શુક્રવારે યુએસ બજારોના મજબૂત બંધને પગલે વૈશ્વિક બજારોએ મજબૂતી દર્શાવી હતી.

અપેક્ષિત રીતે, PSU બેંક ઇન્ડેક્સ સેક્ટર્સમાં સૌથી વધુ 4.46 ટકા વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ 1.6 ટકાના વધારા સાથે બંધ થયો હતો જ્યારે ઓટો 1.3 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી ઈન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યા હતા.

ફાર્મા, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાયના અન્ય તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ આજે ગ્રીન ઝોનમાં બંધ થયા છે. ફાર્મા 1.4 ટકા અને હેલ્થકેરમાં 1.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બ્રિટાનિયા, SBI, અદાણી એન્ટરપ્રાઇઝ, BPCL અને આઇશર મોટર્સ આજે નિફ્ટીમાં ટોચના ગેઇનર્સ હતા, જેમાં બ્રિટાનિયા લગભગ 9 ટકા જેટલો વધ્યો હતો જ્યારે અન્ય 2.4 થી 3.4 ટકાની વચ્ચે વધ્યો હતો.

ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, સિપ્લા, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. ડિવિઝ લેબ્સ તેના નિરાશાજનક ત્રિમાસિક પ્રદર્શન પછી લગભગ 9 ટકા ઘટ્યો હતો. અન્ય શેરોમાં 1.2 થી 2.5 ટકા સુધીનો ઘટાડો હતો.

આ પણ વાંચો

Space/ સ્પેસ ટુરિઝમમાં ભારતીય કંપની પણ બેઝોસ અને બ્રાન્સનની હરોળમાં

હવા બદલાઈઃ દિલ્હીના એર પોલ્યુશનમાં ઘટાડો થતાં પ્રતિબંધો ખતમ