Kutch/ મેડિકલના વિધાર્થીએ ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી બનાવી ટુ સીટર ગાડી

MBBSના વિદ્યાર્થીએ રાપરના ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવી છે.

Gujarat Others
Untitled 14 19 મેડિકલના વિધાર્થીએ ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી બનાવી ટુ સીટર ગાડી

કચ્છમાં MBBSના વિદ્યાર્થીએ વેસ્ટમાંથી બેસ્ટ બેટરી વડે ચાલતી ટુ સીટર ગાડી બનાવી છે. રાપરના 19 વર્ષીય શ્રેય ઓઝાને કંઈક વિશષ કરી છૂટવાની તમન્ના હતી. તેણે સ્થાનિક ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી દિવસરાત મહેનત કરી વિશેષ પ્રકારની ગાડી બનાવી છે. જેમાં સ્પીડ મીટર, નાનો પંખો, વૂફર સાથે ટેપરેકોર્ડર, સાઈડ લાઇટ, ઈન્ડિકેટર, ચાવી વડે ઓન ઓફ, ઓઇલ બ્રેક, હેડ લાઇટ, કેબિનમાં લાઇટ ડીફ્રેશનમાં મોટર જેવી અનેક સુવિધાઓ છે.

  • MBBSના વિદ્યાર્થી બનાવી ગાડી
  • શ્રેય આઝાએ વિશેષ ગાડી બનાવી
  • ભંગારવાડામાંથી વસ્તુઓ એકત્રિત કરી
  • ગાડીમાં સ્પીડ મીટર, પંખો, જેવી સુવિધા

MBBSમાં પ્રવેશ મેળવનારા કચ્છના રાપરના 19 વર્ષીય શ્રેયને કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના હતી. જેથી તેણે સ્થાનિક ભંગારવાડામાંથી ચીજ વસ્તુઓ ભેગી કરી દિવસરાત મહેનત કરી અને તેની આ ધગશને માતા ભાનુબેન તથા પિતા ડો. રમેશભાઈ ઓઝા સતત પ્રોત્સાહન આપવા લાગ્યા. રાપરના ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી ગાડી બનાવી છે.

શ્રેય રમેશભાઈ ઓઝાએ છેલ્લા બે માસની મહેનત બાદ ઘરના વિશાળ ધાબા પર બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી ભંગારમાંથી બનાવી છે. આ ગાડીમાં શરૂ-શરૂમાં જુની બાઇકના જૂના ટાયર લગાવ્યા પણ મન ન માન્યું, પણ પછી જુની કારના સ્ટીયરિંગ અને વ્હીલ નાખ્યા, તો અન્ય વાહનનું ડીફ્રેશન નાખ્યું. આ નિર્માણ પાછળ પોતાનું દસ કિલો વજન ઓછું થયું. આ પાંચ ફૂટથી નાની ચોરસ ગાડીમાં બધી જ વસ્તુઓ વેસ્ટ.

અંદર સ્પીડ મીટર, નાનો પંખો, વૂફર સાથે ટેપરેકોર્ડર, સાઈડ લાઇટ, ઈન્ડિકેટર, ચાવી વડે ઓન ઓફ, ઓઇલ બ્રેક, પગ વડે લીવર, હેડ લાઇટ, ફોગ લાઇટ, કેબિનમાં લાઇટ ડીફ્રેશનમાં મોટર લગાવી છે. 50થી 55 પ્રતિ કિલોમીટર ઝડપ, શરૂમાં 24 વોલ્ટની બેટરી લગાવી, પણ પછી ફેરફાર કરી 48 વોલ્ટની બેટરી જેનું બેકઅપ 45 કિલોમીટર છે.

આ ગાડીમાં ટફન ગ્લાસ આગળ-પાછળ લગાવ્યા છે . બેટરી, મોટર અને વિવિધ અન્ય થોડીક વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. લિથિયમ આયર્ન બેટરીનું બેકઅપ ત્રણ ગણું છે પરંતુ એના ભાવ પણ વધુ હોય હાલે સિલિકોન જેલ બેટરી વડે કામ ચલાવ્યું છે.  શ્રેય આજે એક ડોક્ટર માંથી સફળ એન્જિનિયર બની ગયો છે જેની વાગડ નહિ કચ્છમાં ચર્ચા થઇ રહી છે.

Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?

આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ