હાલ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતાં હોય છે. જે મોટભાગે મિલિયનોમાં જોવામાં આવતા હોય છે . ત્યારે એવો જ એક વિડીયો સામે આવ્યો છે જે જેમાં વાંદરાનો એક એવો જ ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તમે માણસોને ચોરી કરતા સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારેય વાંદરાને ચોરી કરતા જોયા છે? જી હાં, આ દિવસોમાં એક વાંદરાની ચોરી કરતો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે અને પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
આ પણ વાંચો:National / કાનપુરથી PMનું પ્લેન ના ઉડ્યું, લખનૌ રોડ માર્ગે પરત આવું પડયું
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ફળોની દુકાન છે. એ દુકાનની આસપાસ બીજી ઘણી દુકાનો છે. ફ્રૂટની દુકાન પર એક ગ્રાહક પણ ઊભો છે અને દુકાનદાર ફ્રૂટનું વજન કરી રહ્યો છે. દરમિયાન, એક વાંદરો દુકાનની છત પર આવે છે અને ચતુરાઈથી કેળાના ગુચ્છાને ઉપર તરફ ખેંચી જાય છે. દુકાનદાર કંઈક સમજી શકે ત્યાં સુધીમાં કેળાનો ગુચ્છો ચોરાઈ ગયો અને દુકાનદાર વાંદરાને જોતો જ રહ્યો. વાંદરાની આ અનોખી સ્ટાઈલમાંથી ચોરીનો વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે અને તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટ / રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ-શો તથા મુખ્ય કાર્યક્રમ કોવિડ પ્રોટોકોલનુ સંપૂર્ણપણે પાલન કરાશે
લોકો સોશિયલ મીડિયા પર વાંદરાના આ ફની વીડિયોને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rahul_bherwa નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક તેને ‘ધૂમ 4’ કહી રહ્યા છે તો કેટલાક તેને ‘મની હેસ્ટ લાઇટ’ કહી રહ્યા છે.
