OMG!/ શખ્સે કારનાં એન્જિનમાંથી બનાવ્યું Helicopter, ઉડાન જોઇ ચોંકી જશો

જુગાડનાં એક પછી એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યા છે, જે ધૂમ મચાવી રહ્યા છે. આ કડીમાં એક વ્યક્તિએ જુગાડથી અદભુત હેલિકોપ્ટર બનાવ્યું છે.

Ajab Gajab News

‘જુગાડ’ સાથે આજકાલ એવી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર બને એવુ કે અમુક વસ્તુઓ એવી બનાવવામાં આવતી હોય છે કે તેને જોઈને મોટા મોટા દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને એક ‘શોધ’ માને છે.

આ પણ વાંચો – ગજબ હો, / આ પશુનું દૂધ 10 હજાર રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, લોકો પણ ખરીદવા માટે લગાવી રહ્યા છે લાંબી લાઈનો

જુગાડનાં એક પછી એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યા છે, જે ધૂમ મચાવી રહ્યા છે. આ કડીમાં એક વ્યક્તિએ જુગાડથી અદભુત હેલિકોપ્ટર બનાવ્યું છે. આ હેલિકોપ્ટરને જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ભવ્ય હેલિકોપ્ટર જૂની કારની બચેલી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ હેલિકોપ્ટર Volkswagen Beetle engine થી બનાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ કારનાં બાકી બચેલા પાર્ટ્સમાંથી હેલિકોપ્ટર બનાવ્યું છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ પહેલા હેલિકોપ્ટરને રસ્તા પર લાવે છે. આ પછી તે સીધા રોડ પર ગાડી ચલાવે છે, જેમ પ્લેન રનવે પર ઉડે છે તેમ તે ટેક ઓફ કરે છે. હેલિકોપ્ટરને ઉડતું જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે આવું કેવી રીતે થઈ શકે છે તે માની શકાય તેમ નથી.

https://twitter.com/MendesOnca/status/1468944508272492546?s=20

આ પણ વાંચો – Tata Motors / ટાટા મોટર્સે અમદાવાદ BRTS માટે 60 ઈલેક્ટ્રિક બસની ડિલિવરી, અદ્યતન સુવિધાઓથી છે સજ્જ

આપને જણાવી દઇએ કે, થોડીવાર હેલિકોપ્ટર હવામાં ઉડે છે. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ટ્વિટર પર ‘@MendesOnca’ નામનાં એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. હવે આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વળી, વીડિયોને 43 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર લોકોને પ્રેરણા આપતા વીડિયોનો દબદબો છે.