ગુજરાત/ રાજ્ય વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર

ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર છે. 14મી ગુજરાત વિધાનસભાનાં બે દિવસીય ચોમાસું સત્રનો આજથી એટલે કે તા.27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.

Gujarat Others
  • ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ
  • આજે-આવતીકાલે બે દિવસીય ચોમાસુ સત્ર
  • ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું પ્રથમ સત્ર
  • વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી
  • વિધાનસભા અધ્યક્ષ તરીકે બિનહરીફ ડો.નિમાબેન
  • ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ અને ડો.જોશીયારાની ઉમેદવારી
  • વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો.નિમાબેન
  • ગૃહમાં ધારાસભ્યોની બેઠકમાં ફેરફાર
  • વિજય રૂપાણી-નિતીન પટેલનું સ્થાન નવા પ્રધાનો સાથે
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પણ પ્રધાનો સાથે રહેશે
  • અન્ય પૂર્વ પ્રધાનોના સ્થાન પાછળ રહેશે
  • કોરોના સમયે પ્રેક્ષકગેલેરીમાં રહેલાં મંત્રી હવે અગ્રહરોળમાં
  • વિધાનસભાગૃહમાં 4 સરકારી વિધેયકો રજૂ થશે
  • કોરોનામાં મૃતકના પરિવારને વળતર-ખેડૂતના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક

ગુજરાતમાં થોડા દિવસો પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ત્યારેે રાજ્યનાં તે સમયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું આપવુ પડ્યુ હતુ, જે બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે રાજ્યને હવે નવા મુખ્યમંત્રી તરીકે કોઇ દિગ્ગજ નેતાનો ચહેરો મળી શકે છે. પરંતુ તેમ ન થયુ અને ભુપેન્દ્ર પટેલને રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે બાદ સમગ્ર મંત્રી મંડળને પણ બદલી દેવામાં આવ્યુ, ત્યારે હવે આ નવી સરકારનું પહેલુ વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થવા જઇ રહ્યુ છે.

આ પણ વાંચો – વરસાદ / રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

આપને જણાવી દઇએ કે, ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર છે. 14મી ગુજરાત વિધાનસભાનાં બે દિવસીય ચોમાસું સત્રનો આજથી એટલે કે તા.27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. નવી રચાયેલી ભુપેન્દ્ર પટેલની સરકાર માટે આ પ્રથમ વિધાનસભા બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી નવનિયુક્ત સરકાર સામે કોરોનામાં જનતાને પડેલી તકલીફ તેમ જ મુતકોનાં પરિવારજનોને વળતર, બેરોજગારી, મોંઘવારી સહિતનાં પ્રશ્ને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઇએ કે, ગૃહમાં ધારાસભ્યોની બેઠકમાં ફેરફાર કરવામાં આવ્યો છેે. વિજય રૂપાણી-નિતીન પટેલનું સ્થાન નવા મંત્રીઓ સાથે રાખવામાં આવ્યુ છે. અન્ય પૂર્વ મંત્રીઓનું સ્થાન પાછળ રહેશે. જણાવી દઇએ કે, કોરોનાકાળમાં પ્રેક્ષક ગેલેરીમાં રહેલા મંત્રી હવે અગ્ર હરોળમાં જોવા મળશેે. વિધાનસભાગૃહમાં 4 સરકારી વિધેયકો રજૂ થશે. કોરોનામાં મૃતકનાં પરિવારને વળતર-ખેડૂતનાં પ્રશ્ને કોંગ્રેસ આક્રમક રહેશે. સૂત્રોનાં કહેવા અનુસાર રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથે સાથે કેટલીક નવી જાહેરાતો પણ કરે તેવી સંભાવના છે. વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. જો કે ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાનાં અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.

આ પણ વાંચો – Political / કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન, રાહુલ ગાંધીએે ટ્વીટ કરી કર્યુ સમર્થન

અગાઉ વિધાનસભાનાં ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસનાં કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે.