અમદાવાદ/ સાબરમતી નદીમાંથી યુવકની હત્યા કરાયેલી મળી લાશ, ત્રણ મહિના પહેલા જ યુવકે….

અમદાવાદના રિવરફ્રન્ટ પાસેથી એક યુવકની લાશ મળી આવી છે. યુવકની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે.

Ahmedabad Gujarat
લાશ

અમદાવાદના દધિચિ બ્રિજ પાસે સબરમતી રિવરફ્ન્ટ ખાતે નદીમાંથી 4 સપ્ટેમ્બરના રોજ બપોરે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા તેના ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. આમ કોઈ તેની હત્યા કરીને લાશ નદીમાં ફેંકી દીધી હોવાની પોલીસને શંકા છે.

આ અંગે એલ ડિવિઝનના એસીપી ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે તપાસમાં મૃતકનુ નામ હિતેશ બાબુભાઈ રાઠોડ(29) હોવાનું બહાર આવ્યું છે. હિતેશ સાબરમતીના ડી કેબિનનો રહેવાશી હતો અને તેના માતા પિતા ન હોવાનું પોલીસે કહ્યું હતું. આ અંગે તેના ભાઈને જાણ કરવામાં આવી હતી.

વધુમાં પટેલે જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા હિતેશે આરીફાબાનુ નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. 4 સપ્ટેમ્બરના રોજ તે આરીફાને લાલાકાકા હોલ પાસે મુકીને જતો રહ્યો હત. બાદમાં બપોરે અંદાજે એક વાગ્યે તેનો મૃતદેહ મળ્યો હતો. જોકે હજી સુધી હત્યાનો હેતુ કે આરોપી અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ અમે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલાં જ અમદાવાદના ઇસનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં માત્ર 50 રૂપિયા માટે એક 30 વર્ષીય નિલેષ બાથમ નામના યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખવામાં આવ્યો હતો. નિલેષ બાથમ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમગ્ર ઘટના એવી હતી કે, પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધંધો કરતા. મૃતક નિલેશ આરોપી પાસે 50 રૂ. લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા ન હોતો આપતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીંકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી.

આ પણ વાંચો: કાબુલ દૂતાવાસની બહાર વિસ્ફોટ, 2 રશિયન રાજદ્વારીઓ સહિત 20ના મોત

આ પણ વાંચો:રૂપિયા બચાવા માટે માનવ જીવન સાથે ચેડા, કંપનીએ કેમિકલ સહિત વેસ્ટવોટર છોડયું, ખેતીમાં મોટાપાયે નુકસાન

આ પણ વાંચો:અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન