Not Set/ જાણો શું છે અક્ષય તૃતીયાના દિવસનું પૌરાણિક મહત્વ

અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર મુજબ, આ તારીખને શુભ તિથી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ શુભકાર્યની શરૂઆત  કરી શકાય છે. આ તારીખે કોઈપણ શુભ કામની શરૂઆત કરવામાં આવેતો તે ખંડિત થતું નથી. ગ્રંથો […]

Navratri 2022
Akshya જાણો શું છે અક્ષય તૃતીયાના દિવસનું પૌરાણિક મહત્વ

અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર મુજબ, આ તારીખને શુભ તિથી માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ શુભકાર્યની શરૂઆત  કરી શકાય છે. આ તારીખે કોઈપણ શુભ કામની શરૂઆત કરવામાં આવેતો તે ખંડિત થતું નથી.

ગ્રંથો અનુસાર, અક્ષય તૃતીયાને સતયુગ અને ત્રેતાયુગાની શરૂઆત માનવામાં આવે છે. તે જ દિવસે વૃંદાવનના શ્રી બાંકેબિહારી ના મંદિરમાં,વર્ષમાં એકવાર જ ચરણ દર્શન આ દિવસે થાય છે. આ શુભ દિવસે, મહાભારતનું લખાણ લખવાની શરૂઆત વેદ વ્યાસ અને ભગવાન ગણેશ દ્વારા કરવામાં આવી હતી. 

તે જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની જન્મ જયંતિ પણ છે. ભગવાન વિષ્ણુના અવતાર નર-નારાયણ અને હિયગ્રીવ અને ભ્રહ્માજીના પુત્ર અક્ષયનો જન્મ થયો હતો. આ ઉપરાંત, પૃથ્વી પર ગંગાનું આગમન અને મહાભારતની લડાઈનો અંત થયો હતો.

અક્ષય તૃતીયા પર, વનવાસ જતા પાંડવોને ભગવાન શ્રીકૃષ્ણે અક્ષયપાત્ર આપ્યું હતું. આ ઉપરાંત, ભગવાન કૃષ્ણએ તેમના બાળપણના મિત્ર સુદામાની દરિદ્રતા દૂર કરીને સમૃદ્ધિ પ્રદાન કરી હતી.

અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતી ખરીદી શુભ માનવામાં આવી રહી છે.