આવતી કાલથી વેક્સિનેશન શરૂ થવાની ચર્ચાઓ ખૂબ થઇ રહી છે. પરંતુ જે સમાચારો સામે આવી રહ્યા છે તે પ્રમાણે 1 મે થી વેક્સિનેશન શરૂ થશે કે કેમ તેના પર સવાલો ઉભા થઇ રહ્યા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી કહી ચુક્યા છે કે અમારી પાસે વેક્સિન પહોંચી નથી, એટલે લોકો આવતી કાલે એટલે કે 1 મે નાં રોજ લાઇનો ન લગાવે. આ પહેલા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે સવાલ ઉભા કર્યા છે.
બ્રેકિંગ ન્યૂઝ / જાણીતા પત્રકાર રોહિત સરદાના કોરોના સામે જંગ હાર્યા
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા કોરોના રસીકરણ અંગે આપેલા નિવેદનને લઇને નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનનાં રાજીનામાંની માંગ કરી છે. દેશનાં રસીકરણ અભિયાનનાં ત્રીજા તબક્કાનાં ભાગરૂપે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે 1 મે થી 18 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવાની જાહેરાત અંગે સવાલો ઉઠાવ્યા છે. પી.ચિદમ્બરમે કહ્યું છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભારતનાં તમામ લોકોને મૂર્ખ માની રહી છે. પી.ચિદમ્બરમે ટિ્વટ કર્યું હતું કે, 1 મે નાં રોજ આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને ટેસ્ટ પર મૂકવામાં આવશે. તેમનો અને તેમની સરકારનો દાવો છે કે રાજ્યો પાસે રસીનો પૂરતો સ્ટોક છે, હવામાં ઉડી જશે.” પી.ચિદમ્બરમે એક અન્ય ટવીટમાં કહ્યું, “કોઈ પણ રાજ્ય 18-44 વર્ષની વસ્તી માટે રસીકરણ શરૂ કરવા માટે તૈયાર જણાતું નથી.” કોવિન એપ્લિકેશન પણ સહકાર આપી રહી નથી! જો લોકોને રસીનાં અભાવનાં આધારે 1 મે પછી રસીકરણ કેન્દ્રોથી દૂર કરવામાં આવશે, તો આરોગ્ય પ્રધાન રાજીનામું આપશે? ”
कोई भी राज्य 18-44 वर्ष की आबादी के लिए टीकाकरण शुरू करने के लिए तैयार नहीं लग रहे हैं। यहां तक कि CoWin ऐप भी सहयोग नहीं कर रहा है!
यदि टीके के अभाव के आधार पर लोगों को 1 मई के बाद टीकाकरण केंद्रों से हटा दिया जाता है, तो क्या स्वास्थ्य मंत्री इस्तीफा देंगे?
— P. Chidambaram (@PChidambaram_IN) April 29, 2021
ભૂલનું પુનરાવર્તન નહી! / ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં અત્યારથી સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની શરૂ કરી તૈયારીઓ
પી. ચિદમ્બરમે કહ્યું કે, લોકોએ એવી સરકાર સામે બળવો કરવો જોઇએ જે ભારતનાં તમામ લોકોને મૂર્ખ માની રહી હોય. ચિદમ્બરમે કહ્યું કે, “કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનનાં નિવેદનથી હું આશ્ચર્ય પામું છું કે ઓક્સિજન અથવા રસી અથવા રેમડિસિવિરની કમી નથી. હું યુપીનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનાં નિવેદનથી પણ આઘાત પામું છું, જેમણે કહ્યું હતું કે યુપીમાં રસીની કમી નથી.’ પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું હતું કે, શું બધી ટીવી ન્યૂઝ ચેનલો નકલી દ્રશ્યો બતાવી રહી છે? શું તમામ અખબારોની વાર્તાઓ ખોટી છે? શું બધા ડોકટરો ખોટું બોલે છે? શું પરિવારનાં બધા સભ્યો ખોટા નિવેદનો આપી રહ્યા છે? શું બધા દ્રશ્યો અને ફોટા નકલી છે?”

