Not Set/ 31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું રદ કરાયું

સરકાર દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું

Gujarat Rajkot
Untitled 282 31 જુલાઈ સુધીમાં વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવા અંગેનું જાહેરનામું રદ કરાયું

 

 રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી .જેમાં અનેક લોકો  કોરોના સંક્રમિત થયા હતા . હવે જયારે કોરોના કેસ ઘટતા  સરકાર દ્વારા એક પછી એક નિયંત્રણો  હળવા કરવામાં આવી રહ્યા છે . સરકાર દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું . પરંતુ   વેપારીઓ માટે 31 જુલાઈ પહેલા વેક્સિન મળેવવાનો પ્રશ્ન વિકટ બની ગયો હતો. કારણ કે શહેરમાં વેક્સિનની અછતના કારણે ઘણાને વેક્સિન મળી નથી. આ મુદ્દાને ધ્યાને લઈને આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેપારીઓને 31 જુલાઇ સુધીમાં ફરજીયાત વેક્સિન લેવાના જાહેરનામાંને હટાવી દીધું છે.

મહત્વનું છે કે  હજુ પણ વેક્સિનની અછત છે અને લોકો વેક્સિન માટે કતારમાં ઊભા રહે છે છતાં તેમનો વારો આવતો નથી, આવી સ્થિતિ જોતા  પોલીસ કમિશનરે વેપારીઓને આ સમસ્યાથી રાહત આપી છે. વેપારીઓને 31 જુલાઈ સુધી વેક્સિનેશન માટે રાહત આપવામાં આવી છે . શહેરો માં રાત્રી કર્ફ્યું  31 જુલાઈથી  રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે . જેમનો ચુસ્ત પણે શહેરીજનોએ અમલ કરવાનો રહેશે. શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ખુલ્લા રહેશે .

આ ઉપરાંત પોલીસ કમિશ્નરે ડ્રોન અને કેમેરાવાળા વ્હીકલનો રજીસ્ટ્રેશન કરાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં લગ્ન પ્રસંગમાં કેમેરાવાળા ડ્રોન ઉડાડવાના હોય કે કેમેરાવાળા વ્હીકલનો ઉપયોગ કરવો હોય તો 24 કલાક અગાઉ પોલીસની મંજૂરી લેવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીનો પણ હુકમ કર્યો છે.