Not Set/ 20 નવેમ્બરથી ગાંધીનગરમાં ઇ-મેમો આપવાનું  શરૂ કરાશે

ગાંધીનગર, અમદાવાદ અને બીજા મોટા શહેરો બાદ હવે ગાંધીનગરમાં પણ ઇ-મેમો આપવાની કાર્યવાહી શરૂ થશે. ટ્રાફિકનું ઉલ્લંઘન કરતાં લોકો માટે આગામી 20 નવેમ્બરથી ગાંધીનગરમાં ઇ ચલણ આપવાની દંડાત્મક કાર્યવાહી શરૂ કરાશે. રાજ્યના પાટનગરમાં ઇ મેમો પ્રથા અગાઉ બંધ કરવામાં આવી હતી પરંતું તે હવે 20 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે.ટ્રાફિક પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે ઇ […]

Top Stories Gujarat
mantavya 1 65 20 નવેમ્બરથી ગાંધીનગરમાં ઇ-મેમો આપવાનું  શરૂ કરાશે

ગાંધીનગર,

અમદાવાદ અને બીજા મોટા શહેરો બાદ હવે ગાંધીનગરમાં પણ ઇ-મેમો આપવાની કાર્યવાહી શરૂ થશે. ટ્રાફિકનું ઉલ્લંઘન કરતાં લોકો માટે આગામી 20 નવેમ્બરથી ગાંધીનગરમાં ઇ ચલણ આપવાની દંડાત્મક કાર્યવાહી શરૂ કરાશે.

રાજ્યના પાટનગરમાં ઇ મેમો પ્રથા અગાઉ બંધ કરવામાં આવી હતી પરંતું તે હવે 20 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે.ટ્રાફિક પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે ઇ ચલણ માટે ગાંધીનગરના મોટા ભાગના સર્કલ પર 226 જેટલાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે.સીસીટીવી માટે અગાઉ જે ત્રુટીઓ રહી ગઇ હતી તેને યોગ્ય કરીને ફરી ઇ ચલણ શરૂ કરાશે.

બીજીબાજુ ગાંધીનગરમાં 20 નવેમ્બરથી ફરી ઈ-મેમો ચલણ શરૂ થવાનો છે ત્યારે પોલીસ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરમાં 25થી વધુ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને 15 દિવસમાં ઈ-મેમો ભરવાનો થશે. જે લોકોને ઈ-મેમો મળશે તેઓ ઓનલાઈન ચુકવણી પણ કરી શકશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આશરે 4 મહિના પહેલા કરેલી જાહેરાત બાદ ઇ-ચલણ બંધકરાયા હતા.