Not Set/ ગુરુગ્રામમાં એક શખ્સને ટ્રાફિકનાં નિયમનો ભંગ કરવો પડ્યો ભારે, રૂ. 59 હજારનો થયો દંડ

મોટર વાહન એમેન્ડમેન્ટ એક્ટ, 2019 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, ત્યારબાદ દિલ્હી અને એનસીઆરમાં ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકારી રહી છે. અહી એક સ્કૂટર ચાલકને રૂ. 23,000 નો દંડ ફટકાર્યા બાદ હવે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર-ટ્રોલી ડ્રાઇવરને રૂ. 59,000 નો દંડ કર્યો છે. પોલીસે 10 ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ટ્રેક્ટર-ટ્રોલી ચાલકને ચલણ […]

Top Stories India
gurugramtractor 03 1567602143 ગુરુગ્રામમાં એક શખ્સને ટ્રાફિકનાં નિયમનો ભંગ કરવો પડ્યો ભારે, રૂ. 59 હજારનો થયો દંડ

મોટર વાહન એમેન્ડમેન્ટ એક્ટ, 2019 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, ત્યારબાદ દિલ્હી અને એનસીઆરમાં ટ્રાફિક પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકારી રહી છે. અહી એક સ્કૂટર ચાલકને રૂ. 23,000 નો દંડ ફટકાર્યા બાદ હવે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર-ટ્રોલી ડ્રાઇવરને રૂ. 59,000 નો દંડ કર્યો છે. પોલીસે 10 ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ટ્રેક્ટર-ટ્રોલી ચાલકને ચલણ સોંપ્યું હતુ.

ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ટ્રેક્ટર-ટ્રોલી ચાલકનું પોલીસે મંગળવારે રાત્રે ચલણ કાપ્યુ હતુ. ડ્રાઇવરે રેડ લાઇટ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન મોટરસાયકલ સવારને પણ ટક્કર મારી હતી. ટ્રાફિક પોલીસે તેને રોકી અને કાગળો માંગ્યા, તો તે કોઈ દસ્તાવેજો બતાવી શક્યો નહી. ત્યારબાદ પોલીસે નવા ટ્રાફિક નિયમો હેઠળ અનેક ઉલ્લંઘન બદલ ડ્રાઈવર રામ ગોપાલને રૂ. 59,000 નું ચલણ સોંપ્યું હતુ.

Image result for traffic police fines

લાયસન્સ વિના ટ્રેક્ટર-ટ્રોલી ડ્રાઇવર ચલાવવું, રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ નહીં, ફીટનેસ સર્ટિફિકેટ નહીં, થર્ડ પાર્ટી વીમો નહી, વાયુ પ્રદૂષણનાં નિયત ધોરણોનું ઉલ્લંઘન કરવું, જોખમી માલ ધરાવવું, જોખમી રીતે વાહન ચલાવવું, ટ્રાફિક પોલીસનાં હુકમોનું પાલન નહીં કરતા રેડ લાઈટ તોડીને કુલ રૂ. 59,000 નું ચલણ ફાડ્યુ હતુ. ગુરુગ્રામ પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી પણ કબજે કરી હતી.

ગુરુગ્રામમાં અગાઉ પણ ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનને કારણે ઘણા ભારે ચલણ કાપવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ અહીંનાં એક ઓટો રિક્ષાચાલકને રૂ. 32,500 નો ચલણ સોંપવામાં આવ્યો હતો. ટ્રાફિકનાં નિયમોનાં ભંગ બદલ દિલ્હીમાં રહેતા એક સ્કૂટર ચાલકને રૂ. 23,000 નું ચલણ ફાડવામાં આવ્યુ હતુ, જ્યારે તેની સ્કૂટીની કિંમત 15,000 રૂપિયા જ હોવાનુ સામે આવ્યુ છે. વળી બુધવારે, ત્રણ ઓટો રિક્ષાચાલકોને ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અનુક્રમે રૂ. 9,400, રૂ. 27,000 અને રૂ. 37,000 નું ચલણ ફાડવામાં આવ્યુ હતુ.