Not Set/ કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલની બેદરકારીએ બાળકનો લીધો ભોગ

અરવલ જિલ્લાના કુર્થા પોલીસ સ્ટેશનના શાહપુર ગામના રહેવાસી ગિરિજેશ કુમારના 3 વર્ષના દીકરા ઋશુને ઉધરસ અને તાવ હતો. 10 એપ્રિલે તેની તબિયત લથડતા ગિરિજેશ પોતાની પત્ની સાથે ઋષુને લઈને કુર્થા પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્ર પહોંચ્યો હતો. જ્યાં બાળકની તબિયત ગંભીર હોવાનું જોતા તેને અરવલ સદર હોસ્પિટલમાં રેફર કરાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેંદ્ર પાસે એમ્બ્યુલન્સની સુવિધા ના […]

India

અરવલ જિલ્લાના કુર્થા પોલીસ સ્ટેશનના શાહપુર ગામના રહેવાસી ગિરિજેશ કુમારના 3 વર્ષના દીકરા ઋશુને ઉધરસ અને તાવ હતો. 10 એપ્રિલે તેની તબિયત લથડતા ગિરિજેશ પોતાની પત્ની સાથે ઋષુને લઈને કુર્થા પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્ર પહોંચ્યો હતો. જ્યાં બાળકની તબિયત ગંભીર હોવાનું જોતા તેને અરવલ સદર હોસ્પિટલમાં રેફર કરાયો હતો.

પ્રાથમિક આરોગ્ય કેંદ્ર પાસે એમ્બ્યુલન્સની સુવિધા ના હોવાના કારણે બાળકને તેના માતા-પિતા રિક્ષામાં જહાનાબાદ સદર હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં પણ ડોક્ટરોએ બાળકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને PMCHમાં રેફર કર્યો હતો. બાળકના પિતાનો આરોપ છે કે, અનેક વાર કરગરવા છતાં સદર હોસ્પિટલે તેમને એમ્બ્યુલન્સ આપી નહોતી જેના કારણે તેમના બાળકનું મોત થયું.

બાળકના પિતાના જણાવ્યા અનુસાર, લોકડાઉનના કારણે ભાડાની ગાડી પણ મળતી નહોતી. એલાનાં હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ના કરી આપતા બાળકનું મોત થઈ ગયું. સદર હોસ્પિટલમાં મૃત બાળક સાથે બેઠેલા તેના પરિવારજનોને સ્થાનિક લોકોની મદદથી તેમના ગામ શાહપુર મોકલી દેવાયા છે. જિલ્લાના ડીએમનું કહેવું છે કે, તેમના ધ્યાનમાં આ બાબત આવી છે. તેઓ તપાસ કરાવીને આ મામલે પગલાં ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.