સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં યુવાને પગમાં ચિઠ્ઠી બાંધી આત્મહત્યા કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના શિવશક્તિ નગરમાં યુવાને સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી દીધી છે. તેણે પગના ભાગે ચિઠ્ઠી બાંધી આત્મહત્યા કરી હતી અને તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા માટે અભ્યાસ, પ્રેમપ્રકરણ કે નાણાકીય કારણ હોઈ શકે તેવી સંભાવના પર પોલીસ કામ કરી રહી છે. પોલીસે યુવાને લખેલી સ્યુસાઇડ નોટ તો કબ્જે લીધી જ છે, પરંતુ તેની સાથે તેના મોબાઇલ કોલની ડિટેલ પણ ચેક કરી રહી છે. તેણે મૃત્યુ પામ્યાના 24 કલાક પહેલા કોની-કોની જોડે વાત કરી તે બધુ પોલીસ ચકાસી રહી છે.
તેની સાથે પોલીસ તેના સગાસંબંધીઓના અને મિત્રોના પણ મોબાઇલ ચેક કરી રહી છે. પોલીસને તેની આત્મહત્યા માટે ઘરનું જ કારણ હાલમાં જવાબદાર લાગે છે. આ ઉપરાંત યુવક રહેતો હતો તે વિસ્તારના પડોશીઓમાં પણ તેના અંગે પૂછપરછ કરી છે. આજકાલના યુવાનોમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ દર્શાવે છે કે તેઓ કેટલા ઝડપથી જીવનથી નિરાશ થઈ જાય છે. સરકારે આત્મહત્યા નિવારણ હેલ્પ લાઇન શરૂ કરી હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવાના બદલે લોકો આત્મહત્યા કરવાનું વધારે મુનાસિબ સમજે છે.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી તક
આ પણ વાંચો:અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઇન્ડનો 22 વર્ષ બાદ સામે આવ્યો વીડિયો
આ પણ વાંચો:2019 થી અત્યાર સુધી ખરીદ્યા 22,217 ઈલેક્ટોરલ બોન્ડ, 22,030 રોકડ: SCમાં SBIનું એફિડેવિટ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી: મોદીએ માત્ર 41 દિવસમાં 24 રાજ્યોનો કર્યો પ્રવાસ, PM 12 દિવસમાં 4 વખત પહોંચ્યા