Video/ પાકિસ્તાનના નેતાએ ઈમરાન ખાનને આપ્યો શ્રાપ, કહ્યું- ‘તમારી પત્ની પણ તમને છોડી દેશે…’

આમિર લિયાકતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર તેમના ત્રીજા લગ્નને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

World
પાકિસ્તાનના

પાકિસ્તાનના પ્રખ્યાત ટીવી હોસ્ટ અને નેતા આમિર લિયાકત ફરી એકવાર પોતાના લગ્ન અને છૂટાછેડાને લઈને હેડલાઈન્સમાં આવ્યા છે. હાલમાં જ આમિરની ત્રીજી પત્ની દાનિયા શાહે તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમની પાસેથી છૂટાછેડાની માંગણી કરી છે. પત્નીના આરોપો બાદ આમિરે પાકિસ્તાન છોડવાની જાહેરાત પણ કરી હતી. જોકે, હવે આમિર લિયાકતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પર તેમના ત્રીજા લગ્નને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝનો એક ઓડિયો કોલ વાયરલ થયો હતો. આ ઓડિયો કોલ વાયરલ થયા બાદ આમિરે ઈમરાન ખાન પર આ નવા આરોપો લગાવ્યા છે. આ વીડિયોમાં રિયાઝ કહી રહ્યો છે કે ઈમરાન ખાન પીપીપીના કો-ચેરમેન સાથે પેચઅપ કરવા માંગે છે.

આમિરે આ ઓડિયો ક્લિપ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે ઈમરાન ખાન પર પ્રહાર કરતા કહ્યું કે, તારી પત્ની બુશરા બેગમ તને જલ્દી છોડીને જશે.આમિરે કહ્યું, ‘દોસ્ત તેં મારું ઘર તોડ્યું. તમે પણ બચી શકશો નહીં. હું તો ગયો પણ તારી પત્ની પણ તને છોડીને જશે. બધા જાણે છે કે તમે કોના દ્વારા કેટલા પૈસા મોકલ્યા કારણ કે તમે જાણતા હતા કે અહીં ફક્ત પૈસા જ કામ કરશે. તેણે આગળ કહ્યું, તમે ભૂલ કરી છે. તમારે મારી પત્નીને તમારા સમર્થનમાં ટિક-ટોક વીડિયો બનાવવાનું ન કહેવું જોઈએ. તમે ક્યારેય ચૂંટણી જીતી શકશો નહીં.

Instagram will load in the frontend.

આમિરે ઈમરાન ખાનને શ્રાપ આપતા કહ્યું કે ચૂંટણીમાં તેને હાર મળશે. તેણે કહ્યું કે ઈમરાન ખાન અને તેમની વચ્ચે એક મોટો તફાવત એ છે કે ઈમરાન ખાન બદલો લે છે પરંતુ તે બધું અલ્લાહ પર છોડી દે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે આમિરની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહે તેમના પર મારપીટ, ડ્રગ્સ લેવા અને તેમની પાસેથી છૂટાછેડાની માંગ જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. પરંતુ આમિરનું કહેવું છે કે તેણે દાનિયા કે તેની કોઈ પત્ની સાથે કોઈ જબરદસ્તી કરી નથી.

આમિરે પહેલા તેના ત્રીજા લગ્ન તૂટવા માટે પીટીઆઈ સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરીને જવાબદાર ઠેરવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા તેણે ફવાદ ચૌધરી પર આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું કે દાનિયા હજી બાળક છે, તેથી તેણે તેને માફ કરી દીધી છે. દાનિયા માટે તેના ઘર અને હૃદયના દરવાજા હંમેશા ખુલ્લા છે.

આ પણ વાંચો:પ્રથમ ત્રણ ક્રમાંકે મહિલાઓનો દબદબો તો છ ગુજરાતી યુવાનોએ ક્રેક કરી UPSC

આ પણ વાંચો:બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં હંગામો અને મારપીટ

આ પણ વાંચો:મુસેવાલાનો બદલો લેવામાં આવશે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારને ધમકી

logo mobile