Viral Video/ બે ટનલ વચ્ચેથી પાયલોટે ઉડાવ્યું વિમાન, બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ

એક પ્રોફેશનલ રેસ સ્ટન્ટ પાયલોટ, ડારિયો કોસ્ટાએ તુર્કીનાં ઉત્તરી મરમારા હાઇવે પર બે ટનલની અંદર વિમાન ને ઉડાવી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ

Videos

એક પ્રોફેશનલ રેસ સ્ટન્ટ પાયલોટ, ડારિયો કોસ્ટાએ તુર્કીનાં ઉત્તરી મરમારા હાઇવે પર બે ટનલની અંદર વિમાનને ઉડાવી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. જે રીતે ડારિયો કોસ્ટાએ ઇસ્તાંબુલ નજીક ટનલમાં વિમાન ઉડાવ્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે. પાયલોટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો – Viral Video/ પોપટ મોબાઇલ લઇને ઉડી ગયો, ચાલુ હતો કેમેરો અને પછી જે રેકોર્ડ થયુ, જુઓ વીડિયો

ટેકઓફથી ડારિયો કોસ્ટા બીજી ટનલમાંથી બહાર નિકળે ત્યાં સુધી વિમાને 2.26 કિમીનું અંતર કાપ્યું હતુ. ડારિયો કોસ્ટાએ 44 સેકન્ડથી ઓછા સમયમાં આ અંતર કાપ્યું અને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રસ્તા પર બે ટનલ દ્વારા વિમાન ઉડાવતા પાયલોટને બતાવતો એક અવિશ્વસનીય વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરી ગયો છે. વીડિયોમાં, ડારિયો કોંક્રિટની બનેલી કેટાલ્કા ટનલ મારફતે તેના વિમાનને ઉડાવતો જોઈ શકાય છે. આ ટનલ તુર્કીનાં ઇસ્તાંબુલમાં આવેલી છે. આ વીડિયો 4 સપ્ટેમ્બરનાં રોજ શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી, તેને લગભગ 6 લાખ વખત જોવામાં આવી ચુક્યો છે.

https://twitter.com/redbull/status/1434142367674732553?s=20

આ પણ વાંચો – વાઈરલ વીડિયો/ અવકાશયાત્રીઓ અવકાશમાં તેમના વાળ કેવી રીતે ધુવે છે? નાસાના અવકાશયાત્રીએ વીડિયો શેર કર્યો

ક્રોસ-વિન્ડ હોવા છતાં, રેડ બુલ સ્ટન્ટ પાયલોટે તેના વિમાનને પહેલા 360-મીટર ટનલમાં અને પછી બીજી સૌથી લાંબી ટનલમાં નેવિગેટ કર્યું, જેની લંબાઈ 1,160 મીટર હતી. આ સમગ્ર સ્ટન્ટને પૂરો કરવામાં 43.44 સેકન્ડનો સમય લાગ્યો હતો, જેમા કોસ્ટાએ 360-ડિગ્રી લૂપ સાથે ઉજવણી કરી. આ સાથે, ડારિયો કોસ્ટાએ તેના નામે પાંચ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે. આ વિશ્વ રેકોર્ડ છે – સૌથી લાંબી ટનલમાં વિમાન ઉડાવવાનો રેકોર્ડ, પ્રથમ વખત ટનલની અંદર વિમાન ઉડાવવાનો રેકોર્ડ, એક સખત અવરોધની અંદર સૌથી વધારે સમયસુધી વિમાન ઉડાવવાનો રેકોર્ડ, પહેલીવાર બે ટનલોની અંદર વિમાન ઉડાવવાનો રેકોર્ડ અને પહેલીવાર ટનલથી વિમાનનું ટેક ઓફ કરવાનો રેકોર્ડ.