Cricket/ 7 વર્ષ બાદ ક્રિકેટનાં મેદાને પરત ફરશે આ ખેલાડી, આ ટૂર્નામેન્ટમાં લેશે ભાગ

ભારતનાં ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંતને આવતા મહિનેથી શરૂ થતી સૈયદ મુસ્તાક અલી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીસંત પર આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય ક્રિકેટ બોર્ડે તેમને 10 જાન્યુઆરીથી મુંબઇથી શરૂ થતી મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ માટે ટીમમાં જગ્યા આપી છે. […]

Sports
icc 4 7 વર્ષ બાદ ક્રિકેટનાં મેદાને પરત ફરશે આ ખેલાડી, આ ટૂર્નામેન્ટમાં લેશે ભાગ

ભારતનાં ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંતને આવતા મહિનેથી શરૂ થતી સૈયદ મુસ્તાક અલી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે કેરળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીસંત પર આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો.

રાજ્ય ક્રિકેટ બોર્ડે તેમને 10 જાન્યુઆરીથી મુંબઇથી શરૂ થતી મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ માટે ટીમમાં જગ્યા આપી છે. શ્રીસંત પરનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્ણ થયો હતો. આ મહિનાની શરૂઆતમાં, તે અલપુઝામાં ટી-20 ટૂર્નામેન્ટ રમવાના હતું, જે કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યું હતું. સંજુ સેમસન કેરળ ટીમનો કેપ્ટન રહેશે, જ્યારે સચિન બેબી વાઇસ-કેપ્ટન રહેશે.

તેણે છેલ્લે 2011 માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2007 માં ટી-20 વર્લ્ડ કપ અને 2011 માં વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. કોવિડ-19 રોગચાળાને લીધે, આ સ્થાનિક ટી-20 ટૂર્નામેન્ટ મોડી યોજાઈ રહી છે. 2020-21 સીઝનની બીસીસીઆઈની આ પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ હશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…