કોરોના મહામારી/ ખોડલધામના પ્રમુખ તેમજ તેમની પત્નીને લાગ્યું કોરોનાનું ચેપ

ગુજરાતમાં કોરોના ને કારણે પરિસ્થતિ વધુ ખરાબ થઇ રહી છે. ગત વર્ષે આ જ સમય ગાળા દરમિયાન જે હાલત ગુજરાતના કોરોનાને લીધે થયા હતા તેવી જ હાલત હવે પાછી સર્જાવા જઈ રહી છે. રાજ્યમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, કોર્ટ સ્ટાફ ,નેતા અને અભિનેતા બાદ હવે ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા […]

Gujarat
download ખોડલધામના પ્રમુખ તેમજ તેમની પત્નીને લાગ્યું કોરોનાનું ચેપ

ગુજરાતમાં કોરોના ને કારણે પરિસ્થતિ વધુ ખરાબ થઇ રહી છે. ગત વર્ષે આ જ સમય ગાળા દરમિયાન જે હાલત ગુજરાતના કોરોનાને લીધે થયા હતા તેવી જ હાલત હવે પાછી સર્જાવા જઈ રહી છે.

રાજ્યમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, કોર્ટ સ્ટાફ ,નેતા અને અભિનેતા બાદ હવે ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે.

વાત કરીએ તો , ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલને કોરોનાનું ચેપ લાગ્યું છે. મળતી માહિતી મુજબ નરેશ ભાઈ તો કોરોના સક્ર્મિત થયા જ છે જોડે તેમની પત્નીને પણ કોરોનાનું ચેપ લાગ્યું છે.

હાલ, બંને જણા હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઈ રહ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ તેમને કોરોના ટેસ્ટ કરાવ્યું હતું. જે રીપોર્ટ પોજીટીવ આવતા તેમણે ઘરે જ પોતાની રીતે પુરતી તકેદારી રાખી રહ્યા છે અને હાલ બંનેની શારીરિક પરિસ્થતિ ખુબજ સ્થિર છે.