ટેકાનાં ભાવ/ ટેકાનાં ભાવ-APMCને લઇને આંદોલન વચ્ચે આજે શરુ કરવામાં આવી આ ત્રણ જસણની ટેકાનાં ભાવે ખરીદી

ભારત શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સાથે પોતાની પૌરાણીક પરંપરા અને રીતીરીવાજોનો દેશ છે. અહી અનેક કાર્યો વર્ષનાં અનેક અને અમુક ચોક્કસ સમયગાળામાં કરવામાં આવતા નથી.

Top Stories Gujarat Others
APmC farmer ટેકાનાં ભાવ-APMCને લઇને આંદોલન વચ્ચે આજે શરુ કરવામાં આવી આ ત્રણ જસણની ટેકાનાં ભાવે ખરીદી

ભારત શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સાથે પોતાની પૌરાણીક પરંપરા અને રીતીરીવાજોનો દેશ છે. અહી અનેક કાર્યો વર્ષનાં અનેક અને અમુક ચોક્કસ સમયગાળામાં કરવામાં આવતા નથી. કમુરતાનો ગાળો દેશમાં મુહરતનાં ગાળા જેટલો જ જોવામાં આવે છે. અને ઉત્તરાયણ ગઇ એટલે કમુરતા ઉતરીગયા છે અને મુરતો ચાલુ થઇ ગયા છે. કમુરતામાં થી મુરતામાં પ્રસ્થાનની સાથે જ ખેડૂતો માટે સરકાર દ્વારા સારા સમાચાર સાથે જાહેરાત કરવામાં આવી છે.

A Guide to Indian Dal, Lentils, Beans, and Pulses and How to Cook Them

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં જ્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને આંદોલનમાં જે મહત્વનો મુદ્દો છે તે ટાકાનાં ભાવની ગેરેન્ટી, બસ એજ ટેકાનાં ભાવે સરકાર દ્વારા ગુજરાતમાંથી ત્રણ ખાસ જસણ ખરીદવાની જાહેરાત કરવામા આવી છે. કમુરતા ઉતરતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે, આજથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી સરકાર દ્વારા ટેકાનાં ભાવે થશે.

Political Economy And Fear Of The Future Behind Farmer Protests

ટેકાનાં ભાવ અને APMC મામલે જ્યારે દેશભરમાં લાખો ખેડૂતો રસ્તા પર છે, ત્યારે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે 105 APMC કેન્દ્રોમાં કામગીરી(ખરીદી) શરુ કરવામાં આવી રહી છે. આ ત્રણેય જણસીની ખરીદી 90 દિવસ સુધી ચાલશે અને ગુજરાતનાં તમામ ખેડૂતો પહેલાની માફક જ પોતાની જસણો APMC અને ટેકાનાં ભાવની ખરીદીની જાહેર માર્ગદર્શીકા પ્રમાણે વેચાણ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…