Video/ શૂટિંગ દરમિયાન ધડામથી પડી પ્રિયા પ્રકાશ વોરિયર,જુઓ પછી શું થયુ?

પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં ચર્ચામાં છે. તે તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ક્રેક’ની સાથે ડેબ્યૂ કરવા જઇ રહી છે.

Entertainment
Electionn 47 શૂટિંગ દરમિયાન ધડામથી પડી પ્રિયા પ્રકાશ વોરિયર,જુઓ પછી શું થયુ?

પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં ચર્ચામાં છે. તે તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ક્રેક’ની સાથે ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે નીતિનની સાથે જોવા મળશે. તેનું આ ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની સ્ટાઇલ પણ ચાહકોને ખૂબ પસંદ પણ આવી રહી છે. પરંતુ પ્રિયા પ્રકાશ વોરિયરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફિલ્મ ‘ક્રેક’ માટેનાં ગીતનું શૂટિંગ કરી રહી છે. તે આ વીડિયોમાં દોડતી આવે છે અને નીતિનની પીઠ પર ચઠે છે. પરંતુ નિતીન તેને યોગ્ય રીતે પકડી શક્યો નહી અને પ્રિયા પ્રકાશ વોરિયર પણ પોતાનો બેલેન્સ રાખી શકી નહી.

Bollywood / આ નેતાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના અદાણી અને અંબાણી સ્ટેન્ડનો ફોટો શેર કરતા પ્રકાશ રાજનું આવ્યું આ રિએક્શન

પ્રિયા પ્રકાશ વોરિયરે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે, ‘આ જીંદગી મને કેવી રીતે ધરાસાઇ કરી રહી છે, તેની એક ઝલક છે, અને હું દર વખતે ઉભી થઇ જાઉ છું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધું છું. આ રીતે, પ્રિયા પ્રકાશ વોરિયરે આ વીડિયોને તેના જીવન સાથે જોડી દીધો છે. પરંતુ પ્રિયા પ્રકાશ જેવી ધડામથી જમીન પર પડી, સેટ પર હંગામો મચી જાય છે. જો કે તેને વધારે વાગ્યુ નથી તેવા સમાચારો સામે આવ્યા છે.

Instagram will load in the frontend.

Photos / સુહાના ખાને રસોડામાં કામ કરતા પડાવ્યો ફોટો, જોઈ ચાહકો થયા દિવાના

અભિનેતા નીતિન આ ગીતમાં પ્રિયા પ્રકાશ વારિયર સાથે વીડિયોમાં છે. આ ગીતનું સંગીત કલ્યાણી મલિકે આપ્યું છે જ્યારે ગીતો શ્રી મણિનાં છે. આ ગીત હરિચરણ અને શક્તિશ્રી ગોપાલને ગાયું છે. ફિલ્મ ‘ચેક’ માં પ્રિયા પ્રકાશ વોરિયર ઉપરાંત, આ ફિલ્મમાં સુપરસ્ટાર નીતિન પણ મુખ્ય ભૂમિકામાં છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ વકીલની જોરદાર ભૂમિકામાં જોવા મળી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ