Covid-19/ બીજી લહેરની તુલનામાં મોતની સંખ્યા 600 ટકા ઓછી, સાવધાની બની જરૂરી

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ લોકોમાં મૂંઝવણ પૈદા કરી રહી છે.

Top Stories India
Second Wave - Third Wave

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ લોકોમાં મૂંઝવણ પૈદા કરી રહી છે. વળી કહેવાય છે કે, ઓમિક્રોનનાં કારણે કોરોનાની ત્રીજી લહેરના ફેલાવાની ઝડપ ખૂબ જ ઝડપી છે, પરંતુ જો આપણે મૃત્યુનાં આંકડા પર નજર કરીએ તો, બીજા લહેર કરતા લગભગ 600 ટકા ઓછા મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ, અહીં ગગડ્યો પારો, નોંધાયુ 6.8 ડિગ્રી તાપમાન

પ્રથમ લહેરની તુલનામાં, આ ઘટાડો લગભગ 900 ટકા છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1,59,632 નવા કોરોના સંક્રમણ અને 327 મોત નોંધાયા છે. તેમાંથી 242 મૃત્યુ એકલા કેરળનાં છે, જે ભૂતકાળનાં છે. જ્યારે કેરળમાં છેલ્લા 24 કલાકમાં કુલ 33 લોકોનાં મોત થયા છે. આમ તાજેતરમાં મૃત્યુ માત્ર 118 છે. ગયા વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર વધી રહી હતી ત્યારે 11 એપ્રિલ 2021નાં રોજ દેશમાં 1,52,879 નવા કોરોના સંક્રમણ નોંધાયા હતા. તે દિવસે 839 મૃત્યુ નોંધાયા હતા. આ 721 છે એટલે કે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ કરતાં લગભગ 600 ટકા વધુ. પ્રથમ લહેરમાં, એક દિવસમાં સંક્રમણની મહત્તમ સંખ્યા એક લાખથી નીચે રહી હોવા છતાં, મૃત્યુઆંક ઊંચો રહ્યો છે. 12 સપ્ટેમ્બર 2020 નાં રોજ કુલ 97,570 નવા ચેપ નોંધાયા હતા. ત્યારે 1201 મૃત્યુ થયા હતા. જે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુ કરતા લગભગ 900 ટકા વધુ છે.

આ પણ વાંચો – ભીષણ આગ / ન્યુયોર્કની ઇમારતમાં આગ લાગતાં 9 બાળકો સહિત 11નાં મોત,અનેક લોકોની હાલત ગંભીર

તબીબી નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોન ઓછું ઘાતક છે, તે ફેફસાંને નુકસાન કરતુ નથી. તેથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે, જેના કારણે મૃત્યુ પણ ઓછા છે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજનાં કોમ્યુનિકેશન વિભાગનાં પ્રોફેસર જુગલ કિશોરે જણાવ્યું હતું કે, ઓમિક્રોન સંક્રમિત પાંચ-સાત દિવસમાં સાજા થઈ રહ્યા છે અને ત્રીજી લહેર આવ્યાને દસ દિવસથી વધુ સમય થઈ ગયો છે. અગાઉની લહેરની તુલનામાં, દર્દીઓ નવથી દસ દિવસ પછી મૃત્યુ પામતા હતા. તેથી આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થવાની આશંકા છે. પરંતુ, તે બીજી લહેર કરતા ઘણું ઓછું હશે.