આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડા ઉપરાંત નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ (એનઇએફટી) ને લગતી મોટી ઘોષણાઓ પણ કરી છે. પેમેન્ટ સિસ્ટમ વિઝન 2021 દસ્તાવેજમાં આપેલી માહિતી અનુસાર, રિઝર્વ બેંક ડિસેમ્બર 2019 થી 24 કલાક NEFT સિસ્ટમ લાગુ કરશે. આશા છે કે આ પગલુ લીધા બાદ દેશની રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ આવશે.
અપને જણાવી દઈએ કે, હાલમાં ગ્રાહકો માટે સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી એનઇએફટીની સેવા ઉપલબ્ધ છે. આ સેવા મહિનાનાં બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાનાં દરેક કાર્યકારી દિવસમાં ઉપલબ્ધ હોય છે. આ વર્ષે ડિસેમ્બરથી, તમને આ સેવા 24 કલાક મળશે, જેની મદદથી તમે કોઇપણ સમયે પૈસા ટ્રાન્સફર કરી શકશો.
જાણો NEFT શું છે?
એનઇએફટી એ દેશવ્યાપી પેમેન્ટ સિસ્ટમ છે, જે ગ્રાહકોને એક બેંકથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. મહત્વનું છે કે, આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં રેપો રેટમાં 0.35% ઘટાડો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
