ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ,1.47 લાખ ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું

Top Stories Gujarat
election ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ,1.47 લાખ ઉમેદવારના ભાવિનો થશે ફેંસલો

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી,આ ચૂંટણી શાંતિપૂર્વક થઇ હતી,આજે ચૂંટણીનું પરિણામ આવવાનો છે તેથી તમામ ગામડાંના રહીશોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામડામાં પરિણામ લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. હાલ મતગણતરી  સેન્ટર પર ભીડ ઉમટી છે. ઉમેદદવારો મતગણતરીને લઇને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને જીતના દાવા કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ પરિણામો આવવાના શરૂ થઇ જશે.

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ ટૂંક સમયમાં મતગણતરીનો પ્રારંભ થઈ જશે . ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો