Not Set/ આ વિદ્યાલય આપે છે સંકેતોની ભાષામાં શિક્ષણ

યુનોના સમર્થનથી તા.23 મી સપ્ટેમ્બરને વિશ્વ સંકેત ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો આશય બધિર દિવ્યાંગ શિક્ષણમાં આ સંકેત ભાષાની અગત્યતા સમજાવવાનો છે

Gujarat Vadodara World
3 6 આ વિદ્યાલય આપે છે સંકેતોની ભાષામાં શિક્ષણ

યુનોના સમર્થનથી તા.23 મી સપ્ટેમ્બરને વિશ્વ સંકેત ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો આશય બધિર દિવ્યાંગ શિક્ષણમાં આ સંકેત ભાષાની અગત્યતા સમજાવવાનો છે. આજે આપણે વાત કરવી છે વડોદરાના એક પરિવારની જે સંકેત ભાષા દ્વારા બધિર દિવ્યાંગ શિક્ષણને સમર્પિત છે અને એક સંસ્થાની જ્યાં સંકેત ભાષા દ્વારા શિક્ષિત સંતાનોને શિક્ષિત કરવા ગુજરાતના ખૂણે ખૂણે થી માતાપિતા તેમના બધિર દિવ્યાંગ બાળકોને મોકલે છે.

સંકેત ભાષા દ્વારા શિક્ષણનો ઉજાસ

2 8 આ વિદ્યાલય આપે છે સંકેતોની ભાષામાં શિક્ષણ

આ સંસ્થા છે વડોદરાની કમળાબેન મૂકબધિર વિદ્યાલય જે મૂકધ્વનિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને કદાચ ચારેક દાયકાથી બધિર દિવ્યાંગોના જીવનમાં સંકેત ભાષા દ્વારા શિક્ષણનો ઉજાસ પાથરે છે અને શિક્ષણની સાથે તેમને વોકેસનલ તાલીમ પણ આપે છે. ટ્રસ્ટ અધ્યક્ષ રીકેશભાઇ દેસાઈ કહે છે ગુજરાતમાં છેક વાપીથી ભુજ સુધીના બધિર દિવ્યાંગ બાળકો અમારી સંસ્થામાં શિક્ષણ લેવા આવે છે અને જેમને સ્પેશિયલ એજયુકેટરની ઓળખ મળી છે., એવા 20થી વધુ શિક્ષકો તેમને સંકેત ભાષામાં શિક્ષણ આપવાનું પુણ્ય કાર્ય કરી રહ્યાં છે. નોર્મલ શિક્ષણ કરતાં આ ઘણું કપરૂ કામ છે. આ સંસ્થામાં જ લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી રશ્મિબહેન મહેતા સંકેત શિક્ષણ આપી રહ્યાં છે અને હાલમાં તેઓ સંસ્થાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા છે.  તેમના પિતા હર્ષદભાઈ રાજગોર ભાવનગરમાં આ વિશેષ શિક્ષણમાં લાંબા કર્મયોગ પછી નિવૃત્ત થયાં છે અને રશ્મિબેનના ભાઈ પરેશભાઈ રાજગોર હાલમાં ઉપરોક્ત સંસ્થાના પ્રાથમિક વિભાગમાં વિશેષ શિક્ષક છે.આમ,તેમના પરિવારમાં ત્રણ સ્પેશિયલ એજયુકેટર છે જે અનુભૂતિ કરાવે છે કે આ પરિવાર બધિર દિવ્યાંગ શિક્ષણને સમર્પિત છે..!

રશ્મિબેને જણાવ્યું કે, પિતાજી સંકેત શિક્ષક હોવાથી મને અને મારા ભાઈને આવા બાળકો સાથે બાળપણથી જ સંવાદ કરવાની આદત પડી ગઇ. કદાચ આજ આદતે અમને આ વિશેષ કામ કરવાની પ્રેરણા આપી. ઉલ્લેખનીય છે કે કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક સ્પેશિયલ એજ્યુકેટર નો વિશેષ કોર્સ કરી આ વ્યવસાય અપનાવી શકાય છે.

નોર્મલ શાળામાં શિક્ષણ આપવાની વિચારણા

4 4 આ વિદ્યાલય આપે છે સંકેતોની ભાષામાં શિક્ષણ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં જે નવી શિક્ષણ નીતિ બની એમાં બધિર દિવ્યાંગજનો માટેની શિક્ષણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની વિચારણા કરવામાં આવી છે. બધિર દિવ્યાંગો પોતાને જુદા હોવીની ગ્રંથિમાં ના બંધાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં તેઓ સહેલાઇ થી જોડાય શકે તે માટે વિશેષ સંસ્થાને બદલે નોર્મલ શાળાઓમાં જ તેમને શિક્ષણ આપવાની વ્યવસ્થાની વિચારણા થઈ રહી છે.

રાજ્ય અને જીલ્લામાં જુદી સંકેત ભાષા

1 5 આ વિદ્યાલય આપે છે સંકેતોની ભાષામાં શિક્ષણ

બાર ગાઉએ બોલી બદલાય ની માફક બાર ગાઉએ સંકેતો પણ બદલાય છે. રશ્મિબેન કહે છે કે દેશના દરેક જિલ્લામાં અને રાજ્યમાં સંકેત ભાષા થોડી ઘણી બદલાય જાય છે જે વિસંગતતાઓ સર્જે છે. ગૂગલ તો એવું જણાવે છે કે વિશ્વમાં 300 જેટલી સંકેત ભાષાઓ ચલણમાં છે. આદિત્યની સિદ્ધિ: બધિર દિવ્યાંગ આદિત્ય ભાલેરાવ આ સંસ્થાના વિદ્યાર્થી હતા અને સંકેત ભાષામાં બારમા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. પછી તેમણે એમ. એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ વિદ્યાશાખામાં ડિપ્લોમા અને ડિગ્રી મેળવી અને આજે તેઓ તેમની મૂળ સંસ્થામાં ડ્રોઈંગ ટીચર છે. રીકેશભાઈ કહે છે આ બાળકો વિશેષ પ્રતિભાશાળી હોય છે.રશ્મિબેનને લાગે છે કે એમનો આઈક્યુ ઊંચો હોય છે.તેઓ બારમા સુધી વિશેષ શાળામાં ભણી તે પછી નોર્મલ કોલેજમાં બધાની સાથે શિક્ષણ મેળવી વિવિધ વિદ્યાશાખા ની ડીગ્રી કે ડિપ્લોમા મેળવે છે.