IND vs SA/ રોમાંચક સ્થિતિએ પહોંચી બીજી ટેસ્ટ મેચ, ચોથા દિવસે પરિણામની સંભાવનાઓ સૌથી વધુ

જોહાનિસબર્ગનાં વાન્ડર્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ (IND vs SA, બીજી ટેસ્ટ) એ બે વિકેટનાં નુકસાને 118 રન બનાવ્યા છે.

Sports
IND vs SA

જોહાનિસબર્ગનાં વાન્ડર્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ (IND vs SA, બીજી ટેસ્ટ) એ બે વિકેટનાં નુકસાને 118 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકાને હવે મેચ જીતવા માટે 122 રનની જરૂર છે. જો ભારતે આ મેચ જીતવી હોય તો યજમાન ટીમે આઠ વિકેટ લેવી પડશે.

આ પણ વાંચો – રણનીતિ / ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા મુસ્લિમ મહિલા મતદારોને ધ્યાનમાં લઇને RSSએ બનાવ્યો પ્લાન,જાણો વિગત

આ સમયે મેચ ખૂબ જ રોમાંચક જોવા મળી રહી છે. જો ડીન એલ્ગરની ટીમ આ જ તર્જ પર બેટિંગ કરવાનું ચાલુ રાખશે તો તે આસાનીથી મેચ જીતી જશે. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ જલ્દીથી વિકેટ લેવી પડશે. જો તેમ નહી કરવામાં આવે તો મામલો હાથમાંથી નીકળી જશે. આજે મેચમાં ચોથા દિવસની રમત છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે પહેલા જ 240 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મેદાન પર આ લક્ષ્ય વિશાળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જીતની ટકાવારી વધુ હોવાનું માનવામાં આવે છે.`જો કે મેચનાં ત્રીજા દિવસનાં અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટનાં નુકસાને 118 રન બનાવી લીધા છે. કેપ્ટન ડીન એલ્ગર 46 અને રુસી વાન ડેર ડુસેન 11 રને અણનમ રહ્યા હતા. હવે દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે 2 દિવસમાં માત્ર 122 રનની જરૂર છે વળી તેની હજુ 8 વિકેટ બાકી છે. મેચનો ટર્નિંગ પોઈન્ટ એ છે કે આ ટેસ્ટ 4 દિવસમાં સમાપ્ત થવાની તમામ સંભાવનાઓ દેખાઇ રહી છે. ચોથા દિવસની રમત શરૂ થયા બાદ ભારતીય બોલરો દક્ષિણ આફ્રિકા પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. આ બોલિંગ લાઇનઅપમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર છે.  વળી રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી સ્પિન વિભાગમાં છે.

જણાવી દઇએ કે, શાર્દુલે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે ત્રીજા દિવસે એક વિકેટ લીધી હતી. જોહાનિસબર્ગ ટેસ્ટનાં બીજા દિવસે ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવી હતી. જ્યારે ત્રીજા દિવસે લંચ સુધી ટીમે વધુ 4 વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર 150 સુધી પણ પહોંચ્યો ન હતો. આવી સ્થિતિમાં, ભારતીઓ પણ ચોથા દિવસે વહેલી તકે દક્ષિણ આફ્રિકાને આઉટ કરવાનો પ્રયાસ કરશે.