સોમનાથ મંદિર/ પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

એક સમયે ચંદ્રદેવે ભગવાન શિવને પોતાના સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી. સોમ પણ ચંદ્રદેવનું એક નામ છે. આથી આ સ્થળનું નામ સોમનાથ પડ્યું

Dharma & Bhakti
somnath પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ ક્ષેત્રમાં, સોમનાથ મંદિરને હિન્દુ ધર્મના પવિત્ર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે એક સમયે ચંદ્રદેવે ભગવાન શિવને પોતાના સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી. સોમ પણ ચંદ્રદેવનું એક નામ છે. આથી આ સ્થળનું નામ સોમનાથ પડ્યું.

ધાર્મિક માન્યતાઓ ઉપરાંત, સોમનાથ મંદિરનો પોતાનો એક ઇતિહાસ છે. સોમનાથ મંદિર ઈતિહાસમાં ઘણી વખત તોડવામાં આવ્યું હતું અને બનાવવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે, ઘણા મુસ્લિમ આક્રમણકારોએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો. મંદિરની સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી અને મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. જો કે, દર વખતે મંદિરને તોડવામાં આવ્યા બાદ તેનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ

1 17 પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

સોમનાથ મંદિર વિશે એવી માન્યતા છે કે ઇ.સ.પૂ.થી આ સ્થાન પર એક મંદિર બનાવવામાં આવ્યું હતું  ઈ.સ.પૂ. 649 વલ્લભીના મૈત્રિક રાજાઓએ આ સ્થાન પર મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, હિન્દુ ધર્મના લોકોને મંદિરમાં આસ્થા હતી. સોમનાથ મંદિર પર પહેલો હુમલો ઈ.સ. 725માં થયો હતો. તે સમયે સિંધના મુસ્લિમ સુબેદાર, અલ જુનૈદે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને મંદિરને નષ્ટ કર્યું. આ પછી ઇ.સ. 815માં પ્રતિહાર રાજા નાગભટ્ટે મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતુ.

ગઝનવીનો મહમૂદ..

2 1 9 પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

અલ-બિરુની, એક આરબ પ્રવાસી, 11મી સદીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જ્યારે તેણે સોમનાથ મંદિર જોયું ત્યારે તેની ભવ્યતાથી તે ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે તેમના પ્રવાસવર્ણનમાં સોમનાથ મંદિરની ભવ્યતા અને વૈભવ વિશે ઘણું લખ્યું છે. તેનાથી પ્રભાવિત થઈને મહમૂદ ગઝનવીએ 1025માં સોમનાથ મંદિર પર હુમલો કર્યો. મહમૂદ ગઝનવીએ માત્ર મંદિરને જ નુકસાન પહોંચાડ્યું નહીં પરંતુ મંદિરની સંપત્તિ પણ લઇ લીધી હતી. કહેવાય છે કે મહમૂદ ગઝનવીએ 5000 લોકો સાથે સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. તે સમયે લોકો મંદિરની અંદર પૂજા કરી રહ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને સોમનાથ મંદિર પર હુમલાની જાણ થતાં તેઓ પણ નિઃશસ્ત્ર મંદિરની સુરક્ષા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન મહમૂદ ગઝનવીએ હજારો નિઃશસ્ત્ર લોકોની હત્યા કરી હતી. મહમૂદ ગઝનવીના હુમલા પછી પણ સોમનાથ મંદિરની ખ્યાતિ ઓછી થઈ નથી. ગુજરાતના રાજા ભીમદેવ અને માળવાના રાજા ભોજે મળીને ફરી એકવાર સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યુ.

સોમનાથ મંદિર અને તેના પર થયેલા હુમલા

sss 1 પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

અલાઉદ્દીન ખિલજીનો હુમલોઃ  વર્ષ 1297માં દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર કબજો કર્યો. આ પછી, અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુસરત ખાને ફરી એકવાર સોમનાથ મંદિરનો નાશ કર્યો અને બધી સંપત્તિ લૂંટી લીધી.

મુઝફ્ફર શાહનો હુમલોઃ નુસરત ખાનના આક્રમણ પછી હિંદુ રાજાઓએ ફરી એકવાર સોમનાથ મંદિરનું ભવ્ય બાંધકામ કરાવ્યું. પરંતુ વર્ષ 1395 માં, ગુજરાતના સુલતાન, મુઝફ્ફર શાહ, સોમનાથ મંદિર પર ચઢાઇ કરી અને સોમનાથ મંદિરનો નાશ કરીને મંદિરની તમામ સંપત્તિ લૂંટી લીધી.

અહેમદ શાહનો હુમલોઃ મુઝફ્ફર શાહના હુમલા પછી હિંદુ રાજાઓએ ફરી એકવાર સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. લોકોની આસ્થાને કારણે મંદિરે ટૂંક સમયમાં ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું. જો કે, વર્ષ 1412 માં, મુઝફ્ફર શાહના પુત્ર અહેમદ શાહે પણ તેના પિતાના પગલે ચાલીને સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું અને મંદિરની સંપત્તિ લૂંટી.

ઔરંગઝેબનો હુમલોઃ લોકોની આસ્થાનું જ પરિણામ હતું કે જ્યારે પણ મંદિર પર હુમલો થયો, ત્યારપછી તેને વધુ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું. 1665માં ઔરંગઝેબે સોમનાથ મંદિર પર હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું. ઔરંગઝેબના શાસનકાળમાં સોમનાથ મંદિરને બે વાર તોડી પાડવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું

so પોતાની ઐતિહાસિક અને શ્રદ્ધાની ધરોહળ સાથે અડિખમ ઉભુ છે

વર્તમાન સોમનાથ મંદિરનું નિર્માણ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વર્ષ 1950માં કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1995 માં  ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ રાષ્ટ્રને સમર્પિત કર્યું. અને અત્યારે દેશ-વિદેશથી ભાવિકો દર્શનાર્થે આવે છે. આટલા હુમલા પછી પણ સોમનાથી મંદિર પોતાની પ્રતિભા અને શ્રદ્ધા જાળવી આજે પણ અડીખમ ઊભું છે. કહેવાય છે કે દાદા સોમનાથના દર્શન માત્રથી તમામ મુશ્કેલીઓનું સમાધાન થાય છે.