Not Set/ કૃષ્ણની રાસલીલાનો આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે અને ગોપિકાઓ જીવાત્માઓ

અનંત સુખની અનરાધાર વૃષ્ટિ કરનારા, વિશ્વના સર્જન, પોષણ અને સંહારના કારણરૃપ, સચ્ચિદાનંદ ધનસ્વરૃપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને અમે ભક્તિરસની પ્રાપ્તિ માટે નિરંતર નમસ્કાર કરીએ છીએ.’ વ્રજલીલાની પરાકાષ્ઠા ‘રાસલીલા’માં છે. રાસની વ્યાખ્યા છે- ‘રાસનાં સમૂહ : ઇતિ રાસ : રસનો સમૂહ એટલે રાસ. પૂર્ણ આનંદરૃપ પરમાત્મા શ્રીહરિએ ભગવાન શ્રીકૃષ્ણ રૃપે અવતાર લઈ આ લીલા કરી હતી. […]

Uncategorized
bhatavar 3 કૃષ્ણની રાસલીલાનો આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે અને ગોપિકાઓ જીવાત્માઓ

અનંત સુખની અનરાધાર વૃષ્ટિ કરનારા, વિશ્વના સર્જન, પોષણ અને સંહારના કારણરૃપ, સચ્ચિદાનંદ ધનસ્વરૃપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને અમે ભક્તિરસની પ્રાપ્તિ માટે નિરંતર નમસ્કાર કરીએ છીએ.’

વ્રજલીલાની પરાકાષ્ઠા ‘રાસલીલા’માં છે. રાસની વ્યાખ્યા છે- ‘રાસનાં સમૂહ : ઇતિ રાસ : રસનો સમૂહ એટલે રાસ. પૂર્ણ આનંદરૃપ પરમાત્મા શ્રીહરિએ ભગવાન શ્રીકૃષ્ણ રૃપે અવતાર લઈ આ લીલા કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે અને એમણે રાધિકા તથા ગોપીઓ સાથે રાસલીલા કરી.

Image result for રાસલીલા"

આનું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે.

‘ આત્મા તુ રાધિકા તસ્ય તયૈવ રમણાદસો । આત્મારામ તથા પ્રાજ્ઞૌ : પ્રોચ્યતે ગૂઢવેદિભિ :।।

શ્રી કૃષ્ણ પરમાત્મા છે. એ પરમાત્માનો આત્મા છે રાધિકા. શ્રી કૃષ્ણ રાધિકા સાથે રમણ કરે છે એટલે ગૂઢ રહસ્યને જાણનારા જ્ઞાાની પુરુષો એમને આત્મારામ કહે છે.’ પરમાત્માનો આત્મા કોણ ? પરમાત્માનો આત્મા છે રાધા.

Image result for રાસલીલા"

મહાકાશનો ઘટકાશ સાથે જે સંબંધ છે તે શ્રીકૃષ્ણને રાધા સાથે સંબંધ છે. ‘ આત્મારામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમાત્માસ્તિ રાધિકા.’ શ્રીકૃષ્ણ અને શ્રી રાધા નિષ્પતિ ક્યાંથી થાય ? ભેદ અને ભિન્નતા વિના લીલા ક્યાંથી ઉદ્ભવે ? ‘સ્વયમ્ અન્ય ઉવ ઉલ્લસન્- પોતે અન્ય કોઈ બની ગયેલ છે

એવો ઉલ્લાસ એ લીલાનું સ્વરૃપ છે.’ ઇચ્છા માત્રથી એમને ગાયો, ગોપ અને ગોપિકાઓ પ્રાપ્ત છે. વ્રજ વિહારની બધી વસ્તુઓ એમની પાસે જ છે. એમના સંકલ્પથી જ ઉત્પન્ન થયેલી છે. એટલે તે આપ્તકામ છે.

Image result for રાસલીલા"

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના રાસપંચાધ્યાયીમાં આરંભમાં ૨૯મા અધ્યાયમાં શુકદેવજી વર્ણન કરતાં કહે છે-

ભગવાનપિ તા રાત્રી : શરદોત્ફુલ્લ મલ્લિકા :।
વીક્ષ્યરન્તું મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિત : ।।

શરદ ઋતુમાં પણ મોગરાના પુષ્પ જેમાં ખીલેલા હતાં તે રાત્રિઓને જોઈ ભગવાન શ્રીકૃષ્ણે યોગમાયાનો આશ્રય કરી રાસ રમવાનો સંકલ્પ કર્યો. દીર્ઘકાળે મળેલો પ્રિયતમ જેમ પ્રિયતમાના મુખ પર કોમળતાથી હાથ ફેરવે તેમ લોકોના તાપને દૂર કરતો, સુખકારી, લાલ કિરણોથી પૂર્વ દિશાના મુખને રંજિત બનાવતો નક્ષત્રાધિપતિ ચંદ્ર ઉધ્ય પામ્યો.

Image result for રાસલીલા"

સંપૂર્ણ મંડળવાળા લક્ષ્મીજીની મુખ સમી નવા કુમકુમ (કંકુ) જેવી લાલ રંગની શોભાવાળા ચંદ્રને તથા તેના કોમળ કિરણોથી રંગાયેલા વનને જોઈ ભગવાને ગોપીઓના મનને હરણ કરનારું. વેણુગાન કર્યું. શ્રીકૃષ્ણમાં જ જેમનું ચિત્ત છે એવી વ્રજગોપિકાઓ તેમનું પ્રેમવૃદ્ધિ કરનાર ગીત સાંભળી ત્યાં આવી પહોંચી.’

Image result for krishna gopi"

પહેલાં ભગવાને એમની અનન્ય પ્રીતિ અને નિષ્ઠાની કસોટી કરી. એમાં ઉત્તીર્ણ થતાં લધુરાસ ખેલ્યો. સૌભાગ્ય મદ આવવાથી ભગવાન અંતર્ધાન થઈ ગયા. પારાવાર પશ્ચાત્તાપ થતાં ભગવાનની ‘ગોપીગીત’ થકી સ્તુતિ કરી નિરભિમાની થયાં.

પછી ભગવાન શ્રીકૃષ્ણ પ્રક્ટ થયા અને એમની સાથે મહારાસ ખેલ્યો.

‘રાસોત્સવ : સમ્પ્રવૃત્તો ગોપીમંડલમંડિત : । યોગેશ્વરેણ કૃષ્ણેન તાસાં મધ્યે દ્વયોદ્વયો :।।

ગોપીઓના મંડળથી સુશોભિત રાસોત્સવનો પ્રારંભ થયો. બબ્બે ગોપીઓની વચ્ચે યોગેશ્વર શ્રીકૃષ્ણે પોતાના સ્વરૃપ ધારણ કર્યા.

Image result for krishna gopi"

રેમે રમેશો વ્રજસુંદરી ભિ : યથાર્ભક :સ્વપ્રતિબિંબ વિભ્મૈ :।।

જેમ બાળક પોતાના પ્રતિબિંબ સાથે રમે તેમ વ્રજસુંદરીઓ સાથે રમાપતિ વિષ્ણુના અવતાર રૃપ ભગવાન શ્રીકૃષ્ણ રાસ રમવા લાગ્યા.

રાસલીલાનો આધ્યાત્મિક અર્થ એ છે કે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે અને ગોપિકાઓ જીવાત્માઓ. જેમ બાળક અને એનો પડછાયો ભિન્ન દેખાવા છતાં ભિન્ન નથી. તેમ આત્મા ભિન્ન દેખાવા છતાં પરમાત્માથી ભિન્ન નથી. આમ, ભગવાનની રાસલીલા પોતાની સાથે પોતાની જ ક્રીડા છે. વ્રજ એ અસ્તિત્વ અને જીવનનું પ્રતીક છે. શાણ્ડિલ્ય મુનિ રાજ પરીક્ષિત અને રાજા વ્રજનાથને કહે છે- ‘ હે નૃપદ્વય, વ્રજભૂમિના રહસ્યને ધ્યાનથી સાંભળો. ‘વ્રજન્’ શબ્દથી વ્યાપ્તિનો બોધ થાય છે.

Image result for krishna gopi"

વ્યાપી જવાના ગુણને કારણે વ્રજ કહેવાય છે. ગુણાતીત, વ્યાપક, સદાનંદ, પર જયોતિ એટલે વ્રજ. આ જ્યોતિ જ આપણા પ્રાણ છે. એ પ્રાણથી જ આપણું અસ્તિત્વ અને જીવન છે. શ્રીશુકદેવજી રાસપંચાધ્યીયાના અંતમાં કહે છે –

‘ વિક્રીડિતં વ્રજવધૂભિરિદં ચ વિષ્ણો : શ્રદ્ધાન્વિતોનું શ્રૃણુયાધ્થ વર્ણયેદ્ ય :। ભક્તિ પરાંભગવતિ પ્રતિલભ્ય કામં હ્મ દ્રોગમાશ્વયહિનોત્યચિરેણ ધીર :।।

વ્રજગોપીઓ સાથેની ભગવાનની આ ક્રીડાને જે મનુષ્ય શ્રધ્ધાપૂર્વક શ્રવણ અથવા વર્ણન કરશે તેને ભગવાનમાં પરાભક્તિ પ્રાપ્ત થશે અને ધૈર્યવાન મનુષ્યના હૃદયની રોગ રૃપ વાસનાઓ તત્કાળ દૂર થશે.’

Image result for krishna gopi"

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.