Gujarat News/ રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની મિલકતો ટાંચમાં લેવાની મંજુરી આપી

સાગઠિયાએ પોતાના અને પરિવારજનોનાનામે વસાવેલી 23 કરોડથી વધુની મિલકતો ટાંચમાં લેવાની મંજુરી

Top Stories Gujarat

Gujarat News : ACBના ગુનામાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની મિલકતો ટાંચમાં લેવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. આરોપી સાગઠિયાએ રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાં મેળવીને આશ્રિતોના નામે સ્થાવર અનં જંગમ મિલ્કતોમાં રોકાણ કર્યું હતું.

સાગઠિયાએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ રૂ.3,86,85,647 ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂ. 28,17,93,981 નું સ્થાવર તથા જંગમ મિલક્તોમાં રોકાણ કરીને પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત કરતા કુલ રૂ. 24,31,08,334 નું અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું.

આમ સાગઠિયાએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને ગુનાહિત ગેરવર્તુણુક આચરીને લાંચિયાવૃતિથી નાણા મેળવ્યા હોવાનું દસ્તાવેજી પુરાવાથી જણાયું હતું. આથી સાગઠિયાની મિલકતો ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગૃહ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી

આ પણ વાંચો: સુરેન્દ્રનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી “પ્રાકૃતિક કૃષિ” ફાર્મની મુલાકાતે

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઇ