Not Set/ રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર લાગી શકે છે રોક! ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત

રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક આંશિક વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે,ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 30 કેસ નોંધાયા છે

Top Stories Gujarat
covid 19 રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર લાગી શકે છે રોક! ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત
  • 31 ડિસેમ્બરની ઉજવણી પર લાગશે રોક
  • જાહેરમાં થતા સેલિબ્રેશન પર લાગશે રોક
  • હોટેલ રેસ્ટોરન્ટમાં થતી પાર્ટી પર લાગશે રોક
  • એમીક્રોન, કોરોનાનાં વધતા કેસને લઈને લેવાશે નિર્ણય
  • કેન્દ્ર સરકારની સૂચના આધારે લેવાશે નિર્ણય
  • ટુંક સમયમાં રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં એમીક્રોનના 30 કેસ નોંધાયા

વિશ્વમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે,યુરોપ,બ્રિટન સહિત અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ઓમિક્રોન ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ અગમચેતી પગલાં લેવાનું નિર્ણય  લીધો છે. 31 ડિસેમ્બરે ઉજવણી પર રોક લાગી શકે છે.જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે રીતે ભૂપેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઇ છે અને સત્વરે આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીને સત્વરે કોરોનાને રોકવા માટે એકશન પ્લાન પર કામ કરી રહ્યું છે. હોટલ રેસ્ટોરેન્ટ પર થતી ઉજવણા પર લાગશે રોક. કેન્દ્ર સરકારની સૂચના આધારે લેવાશે નિર્ણય.આ ગાઇડલાઇન અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે છે.રાજ્યમાં કોરોનાના કેસમાં અચાક આંશિક વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે,ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના નવ વેરિઅન્ટ ઓમિક્રોનના 30 કેસ નોંધાયા