fake encounter case/ સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસને લગતી અરજી પર કરી સુનાવણી કરતા કહ્યું…

સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં 2002 અને 2006 વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટર કેસોને લગતી અરજીઓની સુનાવણી કરી હતી.

Top Stories Gujarat
fake encounters between 2002 and 2006

fake encounters between 2002 and 2006: સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં 2002 અને 2006 વચ્ચે થયેલા કથિત નકલી એન્કાઉન્ટર કેસોને લગતી અરજીઓની સુનાવણી કરી હતી. આ કેસોની દેખરેખ રાખવા માટે કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એચએસ બેદીના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી.ઉલ્લેખનીય છે કે  જસ્ટિસ બેદીને 17 કથિત નકલી એન્કાઉન્ટર કેસની (fake encounter case) તપાસ કરતી મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2019માં સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સુપરત કર્યો હતો. સમિતિએ 17માંથી ત્રણ કેસમાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.આ કેસની સુનાવણી આગામી માર્ચ મહિનામાં કરવામાં આવશે,

કેસની આગામી સુનાવણી
આ મામલો બુધવારે જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બનેલી બેંચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. બેન્ચ માર્ચમાં આ મામલે ફરી સુનાવણી શરૂ કરશે. બેન્ચે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ એ વાત સામે આવી છે કે આખરે આ મુદ્દો ત્રણ એન્કાઉન્ટરની આસપાસ ફરે છે.

નકલી એન્કાઉન્ટરના કેસો
કોર્ટ 2007માં વરિષ્ઠ પત્રકાર બીજી વર્ગીસ ( અને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા કથિત નકલી એન્કાઉન્ટરોની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી.

ઉલ્લેખનીય છે કે બેદી સમિતિની રચના 2019માં કરવામાં આવી હતી. સમિતિએ તપાસ કરાયેલા 17 કેસમાંથી ત્રણમાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેમના અંતિમ અહેવાલમાં, જસ્ટિસ બેદીએ કહ્યું હતું કે પ્રથમ નજરે ત્રણ લોકો – સમીર ખાન, કાસમ જાફર અને હાજી હાજી ઈસ્માઈલ – ગુજરાત પોલીસ અધિકારીઓ દ્વારા નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. સમિતિએ કુલ નવ પોલીસ અધિકારીઓ સામે આરોપ મૂક્યા છે, જેમાં ઇન્સ્પેક્ટર રેન્કના ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે.

કોર્ટે 2002 થી 2006 દરમિયાન ગુજરાતમાં થયેલા 17 એન્કાઉન્ટરની તપાસ કરતી મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બેદીની નિમણૂક કરી હતી. સમિતિએ ફેબ્રુઆરી 2021માં સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.અગાઉ સુપ્રીમ કોર્ટ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના કથિત 22 નકલી એન્કાઉન્ટર કેસોની અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

નિર્ણય/રાજકોટની ઘટના બાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં વિધાર્થીઓ કોઇપણ કલરના સ્વેટર કે જેકેટ પહેરીને