Cricket/ અફઘાનિસ્તાન ક્રિકેટને લઇને તાલિબાને લીધો સૌથી ચોંકાવનારો નિર્ણય

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્જા બાદથી અફઘાન ક્રિકેટને લઇને ચર્ચાઓ તેજ બની છે, આ વચ્ચે તાજેતરમાં તાલિબાનનો ચોંકાવનારો નિર્ણય સામે આવી રહ્યો છે.

Sports
1 27 અફઘાનિસ્તાન ક્રિકેટને લઇને તાલિબાને લીધો સૌથી ચોંકાવનારો નિર્ણય

અફઘાનિસ્તાનમાંથી હવે અમેરિકી સૈનિકો વતન પરત ફર્યા છે. આ વીસ વર્ષનાં યુદ્ધ બાદ હવે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનનું શાસન પ્રસ્થાપિત થઇ ગયુ છે. દેશમાં ઘણી બાબતો અંગે હજુ પણ મૂંઝવણ છે અને આગામી દિવસોમાં તમામની નજર તાલિબાન પર રહેશે કે તેઓ શું નિર્ણય લે છે અને તેઓ કેવી રીતે વર્તે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પ્રત્યે તાલિબાન કેવું વર્તન કરશે તે અંગે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. હવે તાલિબાને અફઘાન ક્રિકેટને લઈને પહેલો મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો – Interesting / ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને ખાતરી આપી છે કે તેઓ ક્રિકેટની બાબતોમાં દખલ નહીં કરે અને તેઓ રમતને સંપૂર્ણ ટેકો આપે છે. તાજા સમાચાર મુજબ અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ વિશે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે (એસીબી) એ પુષ્ટિ કરી છે કે તેમની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચનું શેડ્યૂલ રાખી શકે છે અને તેમને તેનાથી કોઈ સમસ્યા નથી. જોકે, પાકિસ્તાન સામેની તેમની સીરીઝ તાજેતરમાં રદ કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, અફઘાનિસ્તાને આ વર્ષે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન હોબાર્ટમાં એકમાત્ર ટેસ્ટ રમવાની છે. આ મેચ ગયા વર્ષે જ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે અમલમાં મુકવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને કારણે મેચ યોજાઈ શકી ન હોતી. ઓસ્ટ્રેલિયામાં આ અફઘાનિસ્તાનની પ્રથમ મેચ હશે.આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા અફઘાનિસ્તાન ટીમ સંયુક્ત આરબ અમીરાતમાં 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાનારા ટી 20 વર્લ્ડ કપમાં જોવા મળશે. એસીબીનાં ચીફ એક્ઝિક્યુટિવ શિનવારીએ પણ પુષ્ટિ કરી છે કે અફઘાનિસ્તાનની અંડર-19 ક્રિકેટ ટીમ આ મહિનાનાં અંતમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો – Controversy / એકવાર ફરી ગુસ્સેથી લાલચોડ થયો કીરોન પોલાર્ડ, જુઓ વીડિયો

તાલિબાનનાં સાંસ્કૃતિક આયોગનાં નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ મેચ ચાલુ રહેવી જોઈએ. તેમણે કહ્યું કે, તાલિબાન અન્ય દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અવરોધો ઉભા કરશે નહીં. એસબીએસ પશ્તો સાથે વાત કરતા તેમણે કહ્યું, “તમામ ક્રિકેટ મેચ સમયપત્રક મુજબ ચાલુ રહેશે અને અફઘાન ટીમ અન્ય આંતરરાષ્ટ્રીય ટીમો સામે પણ ક્રિકેટ રમી શકે છે. ભવિષ્યમાં અમે અન્ય દેશો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અફઘાન ખેલાડીઓ ત્યાં જઈ શકે છે અને પાછા પણ આવી શકે છે.”