Gujarat Weather News: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો (Cold) અનુભવ લોકો કરી રહ્યાં છે. હવામાનના આંકડા મુજબ નલિયા ગુજરાતનું 8 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યના 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નવેમ્બરના અંતથી કડકડતી ઠંડી પડી રહી છે. હવામાનની આગાહી પ્રમાણે હજુ 5 દિવસ ઠંડીથી રાહત નહીં મળે.
રાજ્યમાં શિયાળાની જોરદાર જમાવટ જોવા મળી છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજકોટમાં 9.08 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 12 શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દિવસ દરમિયાન અમદાવાદમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે. શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
બનાસકાંઠાના દિયોદરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. અહીં છેલ્લા પાંચ દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. હાડ થીજાવતી ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી છે. લોકો તાપણું કરતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ લોકો શરદી, ઉધરસથી બીમાર પણ પડી રહ્યાં છે. હાજા ગગડાવતી ઠંડીના કારણે પશુઓ પણ ઠુંઠવાયા છે. સતત વધી રહેલી ઠંડીથી શિયાળુ પાકોને પણ ફાયદો થશે. જેમકે, શિયાળમાં બાજરી, ચણા, જુવારના પાક સારા થાય છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે.
હિલ સ્ટેશન આબુમાં આજે પણ -3 ડિગ્રી તાપમાન રહેતા પ્રવાસીઓ અને ટુરિઝમને પણ અસર પહોંચી છે. પર્યટન સ્થળમાં ગાડીઓ પર બરફની ચાદર પથરાયેલી છે. મોટી સંખ્યામાં લોકો ઠંડીનો નજારો માણવા આબુ પહોચ્યાં છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. ગાર્ડનમાં મૂકેલા પાણીના કુંડામાં બરફની ચાદર જોવા મળી છે. તેમજ કડકડતી ઠંડીના કારણે શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. લોકો તાપણી કરીને ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજુ ફરી વળશે
આ પણ વાંચો:ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો, 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો કેવું રહેશે હવામાન?
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે! 20 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે