ChhotaUdepur News/ છોટાઉદેપુરમાં ‘પતિ, પત્ની ઓર વો’ના કિસ્સાનો કરૂણ અંજામ

છોટાઉદેપુરમાં પતિ,પત્ની ઓર વોના કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. આ પ્રકરણના લીધે ચોકડી ગામના આશાસ્પદ યુવાને ઝેર પી આત્મહત્યા કરી છે. પત્નીના પ્રેમી સાથે બોલાચાલી થતાં યુવકે વખ ઘોળ્યું હતું.

Gujarat Top Stories Others Breaking News

Chhotaudepur News: છોટાઉદેપુરમાં પતિ,પત્ની ઓર વો(Affair)ના કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. આ પ્રકરણના લીધે ચોકડી ગામના આશાસ્પદ યુવાને ઝેર પી આત્મહત્યા કરી છે. પત્નીના પ્રેમી સાથે બોલાચાલી થતાં યુવકે વખ ઘોળ્યું હતું. આત્મહત્યાના પગલે યુવકની પત્ની અને તેનો પ્રેમી ફરાર થઈ ગયા છે. પોલીસે યુવકની પત્ની અને તેના પ્રેમીને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી છે.

આમ પત્નીના પ્રેમીના લીધે યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાનના કુટુંબીઓનું કહેવું છે કે યુવકની પત્ની અને તેના પ્રેમી સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આજે અમે અમારો પુત્ર ગુમાવ્યો છે. તેના લીધે અમારો પરિવાર નોંધારો બની ગયો છે. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસે યુવકનો મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. પોલીસને આશા છે કે તેના ફોનમાંથી જરૂરી વિગતો મળી આવશે.

ઉલ્લેખનીય છે કે ત્રણક મહિના પહેલાના આવા જ ઘટનાક્રમમાં ખોખરીવેરી ગામ પાસેથી યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. છોટા ઉદેપુરના ખોખરીવેરી ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળવાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ સુખરામ રાઠવા હોવાનું સામે આવ્યું હતું, અને મૃતક ક્વાંટના રોડધા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. યુવકના મોત અંગે મૃતકના પરિજનોએ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરાવો કરીને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી.

છોટા ઉદેપુરના ખોખરીવેરીના સ્થાનિકોને થોડા દિવસ અગાઉ ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. મૃતક યુવક ખોખરીવેરી ગામનો ન હોવાનું સ્થાનિક આગેવાને પોલીસને જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોવાનું મૃતદેહ પરથી લાગી રહ્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જેના રિપોર્ટમાં યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને યુવકની હત્યા કરનારા અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ આરંભી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં હિટ એન્ડ રનમાં એક મોત

આ પણ વાંચો: છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા, ચૂંટણી સમયની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં યુવકના મૃતદેહ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો