પ્રેમ આ શબ્દ જેટલો પવિત્ર છે તેટલો જ તેનુ મહત્વ આપણા જીવનમાં છે. જી હા, પરંતુ આજે આ શબ્દનો અર્થ લોકોએ બીજી રીતે લેવાનુ શરૂ કરી દીધુ છે. તમે પ્રેમ અને પરસ્પર સંબંધોની ઘણી વાતો સાંભળી તો હશે જ, પરંતુ અમે તમને અહીં એક સાચી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમને પણ આશ્ચર્ય થઇ જશે.
એક પરિણીત પુરુષે તેની પાડોશી મહિલા સાથે સંબંધ રાખવા માટે એક ગુપ્ત ટનલ બનાવી હતી અને આ દ્વારા તે જ્યારે પતિ કામ પર ગયો હોય ત્યારે તે પાડોશીને મળવા જતો હતો. પણ આ રાજ ક્યાં સુધી છુપાતો રહેતો, આ કેસમાં આવું જ બન્યું અને એક દિવસ બંને પ્રેમી-પ્રેમિકાને પતિએ રંગેહાથ ઝડપી લીધા. જણાવી દઇએ કે, આ મામલો મેક્સિકોનો છે જ્યાં માણસે આ ટનલ બનાવી છે. એક સમાચાર અનુસાર, આલ્બર્ટો નામનો વ્યક્તિ તેના પડોશમાં રહેતી એક મહિલાનાં ઘર તરફ જવા માટે એક લાંબી ગુપ્ત પેસેજ ખોદવામાં સફળ રહ્યો હતો. આ દ્વારા તે તેની ગર્લફ્રેન્ડને મળતો હતો. મહિલાનાં પતિ તેની નોકરી માટે નીકળે ત્યારે આલ્બર્ટો અહી આવી જતો હતો. પરંતુ એક દિવસ મહિલાનાં પતિએ બંનેને રંગે હાથ પકડી લીધા, જ્યારે બંનેનાં ગેરકાયદેસર સંબંધ બનાવી રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે, તે મહિલાનો પતિ જ્યોર્જ એક દિવસે વહેલી તકે કામથી ઘરે પરત આવ્યો હતો અને તે ઘરમાં પ્રવેશતા જ તેણે તેની પત્નીને તેના પાડોશી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઇ ચોંકી ઉઠ્યો હતો. જ્યોર્જે જોયું કે આ મહિલાનો પ્રેમી આલ્બર્ટો બેડની પાછળ સંતાઈ ગયો છે અને તે ત્યાંથી ગાયબ થઈ ગયો. જ્યારે જ્યોર્જે નજીકથી જોયું, ત્યાં પલંગની નીચે એક મોટો હોલ હતો જ્યાં એક ટનલ હતી જે પાડોશીનાં ઘરે પહોંચતી હતી. આ ટનલનાં ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે.
જણાવી દઇએ કે, આ વ્યક્તિને તેની પત્ની પર ત્યારે શંકા ગઇ જ્યારે તેણે ગૂગલ મેપ્સ સ્કેન કર્યુ, પછી તેણે જોયું કે તેની પત્ની બીજા પુરુષ સાથે હતી. ફોટામાં, તેણે જોયુ કે એક બેંચ પર જે માણસ દેખાઇ રહ્યો છે તેની સાથે મહિલા બાજુમાં ઉગી છે. તે વ્યક્તિ ફોટોને ઝૂમ કરીને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તે તેની પત્ની હતી જે તેના પ્રેમીનાં વાળને વહાલ કરતી હતી. આ પછી તેણે તેની પત્નીને રંગે હાથે પકડી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
