Not Set/ કેન્દ્રીય આરોગ્યપ્રધાનની જીભ લપસી, જાણો, બિહારના લોકો અંગે શું કહ્યું ?

કેન્દ્રીય આરોગ્યપ્રધાન અને બક્સરના સાંસદ અશ્વિની ચોબેએ બિહારના લોકો અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનથી રાજકારણમાં પણ ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમમાં બિહારના લોકો અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે કેન્દ્રના આરોગ્યપ્રધાને જણાવ્યું, બિહારના લોકોને કારણે દિલ્હીની એઈમ્સમાં ભીડ વધી ગઈ છે. બિહારના લોકો નાની-નાની બીમારીને કારણે પણ એઈમ્સમાં દોડી આવે […]

India

કેન્દ્રીય આરોગ્યપ્રધાન અને બક્સરના સાંસદ અશ્વિની ચોબેએ બિહારના લોકો અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનથી રાજકારણમાં પણ ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે.

એક કાર્યક્રમમાં બિહારના લોકો અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે કેન્દ્રના આરોગ્યપ્રધાને જણાવ્યું, બિહારના લોકોને કારણે દિલ્હીની એઈમ્સમાં ભીડ વધી ગઈ છે. બિહારના લોકો નાની-નાની બીમારીને કારણે પણ એઈમ્સમાં દોડી આવે છે.

આ નિવેદન બાદ રાષ્ટ્રીય જનતા દાળ (આરજેડી) અને કોંગ્રેસે કેન્દ્રના આરોગ્યપ્રધાનને બિહારના લોકોની માફી માગવા તાકીદ કરી છે. તેમજ રાજદના ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે, સત્તા પર બિરાજતા લોકો સત્તાના નશામાં મદ થઈ ગયા છે. ગમે ત્યાં સારવાર કરાવવાનો લોકોને અધિકાર છે. ચોબેનું આ નિવેદન બંધારણ વિરોધી છે. તેમને પ્રધાનમંડળમાંથી દૂર કરવા જોઈએ.